HomeGujaratCDS બિપિન રાવતના નિધન પર સોશિયલ મીડિયા પર અભદ્ર લખાણ કરનાર વધુ...

CDS બિપિન રાવતના નિધન પર સોશિયલ મીડિયા પર અભદ્ર લખાણ કરનાર વધુ એક શખ્સની ધરપકડ

ભરૂચ, શનિવાર

      તમિલનાડુના કુન્નુરમાં બુધવારે દુર્ઘટના ઘટી હતી. જેમા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતને લઈને જઈ રહેલુ MI-17V5 હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું. જેમા જનરલ બિપિન    રાવત સહિત હેલિકોપ્ટરમાં સવાર 13 લોકોના મૃત્યુ થયા હતા. બિપિન રાવતના નિધનને લઈને રાજુલાના ભેરાઈ ગામના એક શખ્સે સોશિયલ મીડિયા પર વિવાદીત ટિપ્પણી કરી હતી.ગઈકાલે 10 ડિસેમ્બરે અમદાવાદ સાઈબર ક્રાઈમે અમરેલીથી એક શખ્સની ધરપકડ કરી હતી. શિવા આહીર નામના શખ્સની અમરેલીથી ધરપકડ કરવામાં આવી હતી.શિવા આહિરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં વાંધાજનક લખાણ લખ્યું હતું.ત્યારે આજે પણ વધુ એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે.

     આ મામલે ભરૂચમાંથી એક યુવકની ધરપકડ કરવામાં આવી.ભરૂચ SOGએ ફિરોઝ દીવાનની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે. CDS બિપીન રાવત અને અન્ય જવાનોના નિધન મુદ્દે ફિરોઝ દીવાને અભદ્ર ટિપ્પણી કરી હતી. ભરૂચમાં કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વરિષ્ઠ અધિકારીઓ ત્વરિત કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. જેના આધારે પોલીસે ત્વરિત કડક પગલા લીધા.

     દેશના CDS અને અન્ય જવાનો ઉપર કરેલી પોસ્ટથી દેશવાસીઓ અને દેશના સુરક્ષા જવાનોનું અપમાન કર્યું છે. કરોડો લોકો સાથે દેશની લાગણી દુભાવવા અને અશાંતિ ડહોળવાના આવા કૃત્ય બદલ SOG એ ભરૂચ તાલુકા પોલીસ મથકે ફિરોજ દિવાન સામે ગુનો નોંધી તેની ધરપકડની કરી લીધી છે.

        દેશ માટે આઘાતજનક કહેવાય તેવા આ કૃત્યની હકીકત એવી છે કે, 8 ડિસેમ્બરે બપોરે 1.33 કલાકે અનુજ ધીમન શામાં નામના વ્યક્તિએ હેલિકોપ્ટર દુર્ઘટનામાં CDS બિપિન રાવત સહિત અન્ય 14 વ્યક્તિઓનું મહાદેવ રક્ષણ કરે તેવી પોસ્ટ મૂકી હતી. જેના ઉપર ભરૂચના ફિરોઝ દિવાન જે રોયલ વોટર પયોરિફિકેશન નો વ્યવસાય કરે છે તેને અભદ્ર કૉમેન્ટ કરી હતી. આ પોસ્ટને પોતાના FB એકાઉન્ટ ઉપર મૂકી હતી. જેને અન્ય લોકોના મોબાઈલ ઉપર પણ શેર કરી હતી. બાદમાં તે ગભરાઈ જતા FB પરથી પોસ્ટ ડીલીટ કરી હતી. ભરૂચ SOG PSI શકરૂરિયાએ પીઆઈના કહેવાથી ભરૂચ તાલુકા પોલીસ મથકે ફિરોઝ દિવાન સામે આ કૃત્ય બદલ તેની ધરપકડ કરી લીધી છે.

       ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતના નિધન બાદ સોશિયલ મીડિયામાં અભદ્ર લખાણ લખીને લાગણી દુભાય તેવા શિવા આહીરને અમરેલીથી પકડી લીધો હતો. આ શખ્સ  માત્ર બિપિન રાવત નહિં પણ સમાજમાં સંઘર્ષ થાય તેવા લખાણ પણ લખતો હતો. આરોપીને અમરેલીથી પકડીને લાવ્યા અને વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી.શિવા આહિરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં વાંધાજનક લખાણ લખ્યું હતું.પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે શિવા આહીર નામનો શખ્સ ઉપ સરપંચ તરીકે ફરજ બજાવી ચુક્યો છે.પોતાના નામની ઓળખ ઉભી કરવા માટે સોશિયલ મીડિયામાં અવારનવાર આવી વિવાદાસ્પદ પોસ્ટ મુકતો હોવાનો પણ ખુલાસો થયો.હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની પૂછપરછ હાથ ધરી છે.અમદાવાદ સાયબર ક્રાઈમ સેલે સ્પષ્ટતા કરી છે કે આરોપીની અગાઉની પોસ્ટ માટે પણ ધરપકડ કરવામાં આવી છે. તેમાં અપમાનજનક ટીપ્પણીઓ પણ કરવામાં આવી હતી, એ કેસ હજી તાજો છે ત્યાં એ જ આરોપીએ ફરીવાર સોશિયલ મીડિયા પર આવી પોસ્ટ મૂકી છે.સાયબર ક્રાઈમ સેલના જણાવ્યા અનુસાર, આરોપીની ઓળખ ગુજરાતના અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ભેરાઈ ગામના રહેવાસી શિવાભાઈ આહીર (44) તરીકે થઈ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW