જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર આતંકી હુમલાના અહેવાલ છે. બાંદીપોરામાં ગુલશન ચોક પર આતંકીઓએ એક પોલીસ ટુકડીને નિશાન બનાવી છે.
આતંકી હુમલામાં 2 પોલીસકર્મીઓ શહીદ થયાના અહેવાલ છે. એક વરિષ્ઠ અધિકારી પ્રમાણે, આતંકીઓએ પોલીસ ટુકડી પર તાબડતોબ ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં બે પોલીસકર્મીઓ ગંભીરપણે ઘાયલ થયા હતા. ઘાયલ થયેલા પોલીસકર્મીઓને નજીકની હોસ્પિટલમાં ગંભીર સ્થિતિમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. અહીં બંને પોલીસકર્મીઓએ ઈલાજ દરમિયાન દમ તોડયો હતો. આ એન્કાઉન્ટર બાદ સુરક્ષાદળોએ આખા વિસ્તારની ઘેરાબંધી કરી છે.

