નવી દિલ્હી, શુક્રવાર
લિમિટેડ ઓવરોની સિરીઝ માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમ પાકિસ્તાન પહોંચી ગઈ છે. કરાચીના જિન્નાહ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યા બાદ 26 સભ્યોની ટીમે કોરોના ટેસ્ટ કરાવ્યો, ત્યારબાદ કડક સુરક્ષા બાદ તેમને હોટલ લઈ જવામાં આવ્યા. હવે જ્યાં સુધી RT PCR રિપોર્ટ નેગેટિવ ન આવે ત્યાં સુધી ખેલાડીઓએ હોટલ ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે.
વર્ષ 2018 પછી પાકિસ્તાનમાં આવેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ 3 વનડે અને તેટલી ટી-20 મેચોની શ્રેણી રમવા જઈ રહી છે. તમામ મેચ કરાચીના નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. પ્રથમ T20 મેચ 13 ડિસેમ્બરે રમાશે. આ પછી, બીજી T20 ઇન્ટરનેશનલ 14 ડિસેમ્બરે રમાશે અને ત્રીજી T20 ઇન્ટરનેશનલ 16 ડિસેમ્બરે રમાશે. ત્યારબાદ 18-22 ડિસેમ્બર દરમિયાન ત્રણ વનડે રમાશે.પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓનો કરાચી પહોંચતો વીડિયો શેર કર્યો છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમની સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેના માટે ડીઆઈજી સુરક્ષા મકસૂદ અહેમદ મેમને સુરક્ષા યોજનાને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. આખી દુનિયાની નજર વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર છે કારણ કે ન્યૂઝીલેન્ડની ટીમે લગભગ ત્રણ મહિના પહેલા સિરીઝની શરૂઆતની મિનિટો પહેલા સુરક્ષાના કારણોસર પ્રવાસ રદ કર્યો હતો.

