મુંબઈ, શુક્રવાર
સપ્તાહના આખરી કારોબારી દિવસે શેર માર્કેટ મામૂલી ઘટાડા સાથે બંધ થયું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 20 અંકના ઘટાડા સાથે 58786 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 5 અંકના ઘટાડા સાથે 17511 પર બંધ થયો. બેન્કિંગ શેયર્સમાં આજે ઘટાડો જોવા મળ્યો હતો.
આજે સવારે સેન્સેક્સ 111 અંકના ઘટાડા સાથે 58696 પર ખુલ્યો હતો. દિવસમાં તેણે 58859નો હાઈ અને 58414નો લૉ બનાવ્યો. સેન્સેક્સના 30 શેરોમાંથી 19 શેરો ઘટાડા સાથે અને 11 શેરો બઢત સાથે બંધ થયા હતા. બઢતવાળા મુખ્ય શેરોમાં એશિયન પેન્ટ્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ઈંડસઈંડ બેંક, સનફાર્મા અને બજાજ ફિનસર્વ તથા બજાજ ફાયનાન્સ સામેલ હતા. ઘટાડાવાળા મુખ્ય સ્ટોકમાં ટાઈટન, એક્સિસ બેંક, કોટક બેંક, એરટેલ સામેલ રહ્યા હતા.
નિફ્ટી સવારે 17476 પર ખુલ્યો હતો અને તેણે દિવસમાં 17534નો હાઈ બનાવ્યો હતો. તેના મિડકેપ અને બેંક ઈન્ડેક્સ બઢત સાથે બંધ થયા હતા. નિફ્ટી ફાયનાન્શિયલ ઈન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. તેના 50 સેરોમાંથી 20 બઢત સાથે અને 29 ઘટાડા સાથે બંધ આવ્યા હતા. ડિવીઝ લેબ, ટાટા કન્ઝ્યૂમર ઘટાડા સાથે બંધ થયા હતા. ઈંડસઈંડ બેંકે સ્ટોક એક્સચેન્જને માહિતી આપી છે કે આરબીઆઈએ એલઆઈસીને તેમા હિસ્સેદારી વધારવાની મંજૂરી આપી છે. હાલ એલઆઈસીની હિસ્સેદારી 4.95 ટકા છે, તેને વધારીને 9.99 ટકા સુધી લઈ જઈ શકાશે. આના પહેલા ગુરુવારે સેન્સેક્સ 157 અંકના વધારા સાથે 58807 પર અને નિફ્ટી 47 અંકના વધારા સાથે 17516 પર બંધ થયા હતા.

