નવી દિલ્હી, શુક્રવાર
કોરોનાની બીજી લહેર દરમિયાન સ્વાસ્થ્ય સુવિધાઓ માટે મહામારીથી પ્રભાવિત લગભગ 40 ટકા લોકોએ લાંચ આપી. લોકલસર્કલ્સે તાજેતરમાં કરેલા એક સર્વેમાં તારવ્યું છે કે પાંચમાંથી બે લોકોના પરિવારજનોએ હોસ્પિટલમાં પ્રવેશ, બેડ, વેન્ટિલેટર અને દવાઓ માટે લાંચ આપવાનો વારો આવ્યો હતો.
લોકલસર્કલ્સે ભારતના 317 જિલ્લાઓમાં પોતાનો સર્વે કર્યો, જેમાં 16 હજારથી વધારે લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી છે. સર્વેમાં તારવ્યું છે કે કોઈએ પણ ડોક્ટરો અથવા નર્સોને લાંચ આપવાની વાત સ્વીકારી નથી. પરંતુ તેમણે પોતાની અને દર્દીઓની સુવિધા માટે હોસ્પિટલ પ્રશાસન અને અન્ય કર્મચારીઓને લાંચ જરૂર આપી છે.
લાંચ આપનારાઓમાં 82 ટકા હોસ્પિટલમાં પ્રવેશ, બેડ, વેન્ટિલેટર અથવા દવાઓ લેવા માટે 9 ટકાએ બિલની રકમ ઓછી કરવા માટે અને 9 ટકાએ આઈસીયૂમાં જાણકારી પ્રાપ્ત કરવા અથવા કોઈને મળવા માટે નાણાં આપ્યા હતા. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે આરોગ્ય સંબંધિત મૂળભૂત ઢાંચો કોરોને સંભાળવામાં અસમર્થ હતો. તેનાથી લાંચખોરોને નાણાંના બદલામાં દેખરેખ કરનારાઓને સ્થિતિનો ફાયદો ઉઠાવવાનો માર્ગ મળી ગયો હતો. સર્વેમાં 7249 ઉત્તરદાતાઓમાંથી 27 ટકા લોકોએ કહ્યુ હતુ કે તેમણે હોસ્પિટલ પ્રશાસનના એક કર્મચારીને અને અન્ય 28 ટકાએ કહ્યુ કે તેમણે એક વોર્ડ બોયને લાંચ આપી. તો 9 ટકા લોકોએ કહ્યુ હતુ કે તેમણે સ્થાનિક રાજનેતા અથવા નેતા, સરકારી કર્મચારી, વચેટિયાને રૂપિયા આપ્યા અને અન્ય 9 ટકાએ કહ્યુ કે તેમણે ફાર્મસી અથવા કેમિસ્ટને ચુકવણી કરી હતી.
સપ્ટેમ્બર-2021માં લોકલસર્કલ્સે બીજા સર્વેમાં તારવ્યું કે આરટીપીસીઆર ટેસ્ટ માટે 13 ટકા લોકોએ વધારે નાણાં આપ્યા. જ્યારે 19 ટા લોકોએ કોવિડ સાથે સંબંધિત દવાઓ વધુ કિંમતે ખરીદી. આ સિવાય બીજી લહેર દરમિયાન એમ્બ્યુલન્સ સેવાઓની આવશ્યકતાવાળા 70 ટકા લોકો પાસેથી વધારે કિમત લેવામાં આવી અને તેમાથી અડધાએ કિંમતથી પાંચ ગણી વધુ રકમ ચુકવી હતી. સર્વેમાં ભાગ લેનારાઓમાંથી લગભગ 68 ટકા પુરુષ હતા, જ્યારે 32 ટકા મહિલાઓ હતી. કુલ પાર્ટિસિપન્ટમાંથી 42 ટકા મેટ્રો ટિયર 1 કસબાઓમાંથી હતા. 32 ટકા ટિયર 2 કસબાઓમાંથી અને 26 ટકા ટિયર 3 અને ટિયર 4 કસબાઓ તથા ગ્રામીણ વિસ્તારોમાંથી હતા.

