HomeGujaratજામનગરમાં ઓમિક્રોનના નવા બે કેસ નોંધાયા, પત્ની અને સાળાનો રિપોર્ટ પોઝિટિવ

જામનગરમાં ઓમિક્રોનના નવા બે કેસ નોંધાયા, પત્ની અને સાળાનો રિપોર્ટ પોઝિટિવ

 ગુજરાતમાં પણ ઓમિક્રોન વેરિયન્ટનો પ્રથમ કેસ જામનગરમાં નોંધાયો હતો, જેના સંપર્કમાં આવેલી તેની પત્ની અને સાળા એમ બે વ્યક્તિમાં પણ ઓમિક્રોન હોવાનું સામે આવ્યું છે. હવે ગુજરાતમાં ઓમિક્રોનના કુલ ત્રણ કેસ થયા છે. આ ત્રણેય કેસ જામનગરમાં નોંધાયા છે.

ઝિમ્બાબ્વેથી 28 નવેમ્બરે ગુજરાત આવેલા જામનગરના 72 વર્ષીય વૃદ્ધનો 2 ડિસેમ્બરના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ઓમિક્રોનનાં શંકાસ્પદ લક્ષણ જોવા મળતાં સેમ્પલ પુણે લેબમાં મોકલવામાં આવ્યું હતું. આ વૃદ્ધનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવતાં શહેરનું આરોગ્યતંત્ર હરકતમાં આવી ગયું છે. ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટનો આ પ્રથમ કેસ નોંધાયો હતો. જામનગરમાં જે વ્યક્તિ ઓમિક્રોન પોઝિટિવ આવી હતી તેના સંપર્કમાં આવેલી બે વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી ઓમિક્રોનને લઈ તેમનાં સેમ્પલ મોકલવામાં આવ્યાં હતાં, જેમાં આ બન્ને વ્યક્તિમાં પણ ઓમિક્રોન હોવાનું લેબોરેટરી તપાસમાં સામે આવ્યું છે. હાલ જામનગરની ડેન્ટલ કોલેજમાં આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW