તામિલનાડુના કુન્નુરની પાસે થયેલી હેલીકોપ્ટર દુર્ઘટનામાં બુધવારે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપીન રાવત અને તેની પત્ની મધુલિકાના પાર્થિવ શરીરને ગુરૂવારે સાંજે દિલ્લી લાવાશે. બંનેના અંતિમ સંસ્કાર શુક્રવારના રોજ દિલ્લી છાવણીમાં કરવાની યોજના છે. તો રાવતના ગૃહરાજ્ય ઉત્તરાખંડમાં રાજ્ય સરકારે ત્રણ દિવસનો રાજકીય શોકની જાહેરાત કરી છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
સીડીએસ જનરલ બિપીન રાવત અને તેની પત્નીના પાર્થિવ શરીરને ગુરૂવારે સાંજ સુધીમાં એક ખાસ સૈન્ય વિમાનથી દિલ્લી લવાશે. શુક્રવારે પતિ-પત્નીના પાર્થિવદેહોને તેમના ઘરે લવાશે અને સવારે 11થી 2 વાગ્યા સુધી લોકોને અંતિમદર્શન કરવા માટે રખાશે. તે બાદ કામરાજ માર્ગ દિલ્લી કેંટોનમેન્ટના બરાડ ચોક સુધી તેમની અંતિમ યાત્રા નીકળશે. અંતિમ સંસ્કાર માટે તેમની નાની બહેન અને ભાઈ પણ ત્યાં હાજર રહેશે.

તો બીજી તરફ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સીડીએસના નિધન ઉપર રાજ્યમાં ત્રણ દિવસનો રાજકીય શોકની જાહેરાત કરી છે. સીએમએ જણાવ્યું છે કે, સીડીએસ જનરલ બિપીન રાવતના નિધન અંગે જાણીને મને ખુબ જ દુઃખ થયું છે. તેણે પોતાનું જિવન રાષ્ટ્રને સમર્પિત કરી દીધું. તેના પરિવાર પ્રત્યે મારી સંવેદનાઓ છે.

આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે સાંજે થયેલી કેન્દ્રિય મંત્રીમંડળની સુરક્ષા સંબંધી સમિતિની બેઠકમાં બે મિનિટનું મૌન રાખવામાં આવ્યું હતું અને આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારને શ્રદ્ધાંજલી આપવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ, લોક કલ્યાણ માર્ગ ઉપર થયેલી આ ખાસ બેઠકમાં પીએમ મોદીની સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, રક્ષા મંત્રી રાજનાથસિંહ, ગૃહમંત્રી અમિત શાહ, નાણામંત્રી નિર્મલા સીતારમણ અને વિદેશમંત્રી એસ જયશંકર હાજર રહ્યાં હતાં.

