HomeGujaratસૌરાષ્ટ્રના 11 રેલવે સ્ટેશન પર કોમ્પ્યુટર રીઝર્વેશન બંધ :મુસાફરોને ભોગવવી પડે છે...

સૌરાષ્ટ્રના 11 રેલવે સ્ટેશન પર કોમ્પ્યુટર રીઝર્વેશન બંધ :મુસાફરોને ભોગવવી પડે છે અગવડતા

રાજકોટ, મંગળવાર

   સૌરાષ્ટ્રના 11 રેલવે સ્ટેશનો પર કોમ્પ્યુટર રીઝર્વેશન ફરીથી શરૂ કરવા માટે સોરાષ્ટ્ર પેસેન્જર એસોસીએશનના સેક્રેટરી દ્વારા રેલવેમંત્રી સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે. અહી રીઝર્વેશન ન થતું હોવાથી પેસેન્જર્સને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. સૌરાષ્ટ્ર પેસેન્જર એસોસીએશને રેલવેમંત્રીને કરેલી આ રજૂઆતમાં જણાવ્યું હતું કે, દામનગર, ઢસા, રાજુલા, શાહપુર, વાસજાલીયા, ધારી, લાલપુર દેલવાડા, જામજોધપુર, ચુડા અને સાસણગીર રેલવે સ્ટેશન પર કોમ્પ્યુટર રીઝર્વેશનની કામગીરી બંધ છે.

  આ 11 સ્ટેશનો પરથી દોડતી ટ્રેનમાં મુસાફરો રીઝર્વેશન કરી મુસાફરી કરી શકતા નથી અને અન્ય સાયબર કાફે કે પછી ઓનલાઈન બુકીંગ કરવું પડે છે. વૃદ્ધ લોકોને ઓનલાઈન બુકીંગમા અગવડતા પડે છે, જેના કારણે વધુ નાણા ચુકવી અન્ય સ્થળ પર રીઝર્વેશન કરાવવું પડે છે. આથી, સૌરાષ્ટ્રના આ 11 રેલવે સ્ટેશન પર તાત્કાલીક કોમ્પ્યુટર રીઝર્વેશન શરૂ કરવામાં આવે એવી તેમણે કેન્દ્રીય રેલવેમંત્રી સમક્ષ માંગણી કરી હતી. (તસવીર પ્રતિકાત્મક છે)

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW