HomeGujaratરાજ્યની ચિંતામાં વધારો, જામનગરમાં ઓમિક્રોનના વધુ બે શંકાસ્પદ દર્દી જાહેર

રાજ્યની ચિંતામાં વધારો, જામનગરમાં ઓમિક્રોનના વધુ બે શંકાસ્પદ દર્દી જાહેર

રાજ્યમાં ઓમિક્રોનની એન્ટ્રી જામનગરથી થઈ છે. શનિવારે ઓમિક્રોનનો સૌથી પહેલો કેસ જામનગરમાં જાહેર થયા બાદ આજે 72 વર્ષીય દર્દીના પત્ની અને પરિવારના અન્ય એક પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ તેના રિપોર્ટને જિનોમ સિક્વેસિંગ માટે મોકલવામાં આવ્યાં છે. જામનગરમાં ઓમિક્રોનના વધુ બે શંકાસ્પદ દર્દી જાહેર થતા ચિંતાનો માહોલ જોવા મળ્યો છે.

અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

જામનગરમાં આવેલા કાલાવડ નાકા બહાર રહેતા અને ઝિમ્બાબ્વેથી આવેલા એક 72 વર્ષીય દર્દીનો શનિવારે કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો રિપોર્ટ પોઝિટીવ આવ્યાં બાદ આરોગ્ય વિભાગ અને વહીવટી વિભાગ દ્વારા સાવચેતીના ભાગરૂપે પગલા લેવામાં આવી રહ્યાં છે. તેમજ જાહેરજનતાને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા માટે જણાવ્યું હતું. તેમજ ઓમિક્રોન ગ્રસ્ત દર્દીના સંપર્કમાં આવેલા 10 લોકોના કોરોના ટેસ્ટ કરાવાયા હતા. તો અન્ય 87 લોકોને હોમ આઈસોલેટ કરવામાં આવ્યાં હતાં.

જે પૈકી આજે 72 વર્ષીય ઓમિક્રોન દર્દીના પત્ની અને અન્ય એક પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યાં બાદ તેના સેમ્પલ લઈને જિનોમ સિક્વેસિંગ માટે ગાંધીનગરની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં છે. હાલ તો બંનેને સારવાર માટે ખસેડાયા છે. જામનગરમાં વધુ બે ઓમિક્રોનના શંકાસ્પદ દર્દી જાહેર થતા નગરજનોમાં ભયનો માહોલ સર્જાયો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW