HomeGujaratમોરબીની મોટી વાવડી ગ્રામ પંચાયત સતત ચોથી ટર્મમાં પણ સમરસ

મોરબીની મોટી વાવડી ગ્રામ પંચાયત સતત ચોથી ટર્મમાં પણ સમરસ

મોરબી જિલ્લાની મોટી વાવડી ગ્રામ પંચાયત સતત ચોથી ટર્મમાં પણ સમરસ જાહેર કરવામાં આવી છે. જેમાં ગામના આગેવાનો તેમજ ગ્રામજનોના સમર્થનથી આ ગ્રામ પંચાયતને સમરસ જાહેર કરી સરપંચ તરીકે ચેતનાબા ભગીરથસિંહ જાડેજા સહિત 8 સભ્યોની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી છે. મોરબી જિલ્લાની મોટી વાવડી ગ્રામ પંચાયતના તમામ યુવા આગેવાનો તથા ગામના વડીલો તરફથી સતત ચોથી ટર્મ ગ્રામ પંચાયત મોટી વાવડી સમરસ જાહેર થઈ છે.

આ પહેલા પણ ભગીરથસિંહ સતુભા જાડેજા સરપંચ તરીકે ફરજ બજાવતા હતા. હવે તેમના ધર્મપત્ની ચેતનાબાને સમરસ ગ્રામ પંચાયત મોટી વાવડીના સરપંચ પદે જાહેર કરવામાં આવ્યા છે. સભ્યો તરીકે લીલાબેન કવાભાઈ, ગાયત્રીબેન ધૂળાભાઈ, ભગીરથસિંહ સતુંભા જાડેજા, મિતાબા દશરથસિંહ જાડેજા, દિલાવરસિંહ મહિપતસિંહ જાડેજા, રંજનબા અનિરુદ્ધસિંહ જાડેજા, રમેશભાઈ મંગાભાઈ વાઘેલા, છત્રપાલસિંહ દિગ્વિજયસિંહ જાડેજાની વરણી કરવામાં આવી છે. જેમાં મોટીવાવડી ગ્રામ પંચાયતની એકતા અને સમરસતા રહેલી છે. સમરસ ચૂંટણી જાહેર કરવામાં હાલ તલાટી મંત્રી એચ.એ.જાડેજાનું પણ વિશેષ વિશેષ યોગદાન રહ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW