HomeGujaratશુક્રવાર સાંજે વિકી કૌશલ એક વખત ફરીથી કેટરીનાના ઘરની બહાર જોવા મળ્યો

શુક્રવાર સાંજે વિકી કૌશલ એક વખત ફરીથી કેટરીનાના ઘરની બહાર જોવા મળ્યો

મુંબઈ, શનિવાર

   છેલ્લા ઘણા દિવસથી એ વાતને લઈને ચર્ચા થતી હતી કે વિકી કૌશલ અને કેટરીનાના લગ્નમાં કેટલા ગેસ્ટ સામેલ થવાના છે. શુક્રવારની સાંજ સુધીમાં આ સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ હતી. શુક્રવાર સાંજે વિકી કૌશલ એક વખત ફરીથી કેટરીનાના ઘરની બહાર જોવા મળ્યો હતો. તેની સાથે આવેલી એક વ્યક્તિએ તેને છત્રી વડે છુપાવવાનો પ્રયાસ કર્યો હતો.

   મીડિયાના લોકોનો અવાજ સાંભળીને વિકી પાછો આવ્યો અને હાથ જોડીને બધાનો આભાર માન્યો. રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર, કેટરીના કૈફની બેસ્ટ ફ્રેન્ડ અને સ્ટાઈલિસ્ટ અનિતા શ્રોફ અદાજાનિયા પણ તેના ત્યાં પહોંચી હતી, જેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે શેન અને ફાલ્ગુની પીકોકના વેડિંગ આઉટફિટ ડિલિવર કરવા આવ્યા હતા. એની ટ્રાયલ માટે વિકી કેટના ઘરે પહોંચ્યો હતો.સવાઈ માધોપુરના કલેક્ટર રાજેન્દ્ર કિશનના અનુસાર, ઈવેન્ટ કંપનીએ તેમને 120 ગેસ્ટનું લિસ્ટ આપ્યું છે. લગ્નનું સમગ્ર ફંક્શન ચાર દિવસ ચાલશે, જે 7 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર સુધી રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW