ગાંધીનગર, શનિવાર
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી આજે ખોડલધામના શરણે આવી રહ્યા છે. પ્રદેશ પ્રમુખમાં જગદીશ ઠાકોર અને વિપક્ષી નેતાપદે રાઠવાના નિયુક્તિ બાદ એકાએક ભરતસિંહ કેમ ખોડલધામ આવે છે તે ચર્ચામાં આવી રહ્યું છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલને ભરત સિંહ મળશે કે કેમ તે અટકળ હાલમાં તેજ બની રહી છે. કોંગ્રેસ હાઈકમાંડ ની કોઈ વ્યૂહ નીતિને લઇ ભરતસિંહ આવે છે તેને લઇને ચર્ચા જણાઈ રહી છે.
આજે સવારે ભરતસિંહ સોલકી ખોડલધામ આવશે
ખોડલધામના ચેરમેન નરેશ પટેલ તો કોટડા સાગાણી ની યાત્રામાં હોય તો બન્ને વચ્ચે બેઠક થશે કે કેમ તે બની ચર્ચામાં બની રહ્યું છે. જો કે 2022ની ગુજરાત વિધાન સભાની ચૂંટણી પૂર્વે પાટીદાર પોલિટિક્સને લઇને અનેક વ્યૂહનીતિ ઘડાઈ રહી છે. જે પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખની ખોડલધામની મુલાકાત સૂચક છે. ખોડલધામના ચેરમેન અને પાટીદાર અગ્રણી નરેશ પટેલ સાથે બેઠક કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ નરેશ પટેલની ધોરાજી યાત્રા પૂર્વે બેઠક થશે.
ભરતસિંહ સોલંકી રાષ્ટ્રીય કોંગ્રેસના દૂત બની આવી રહ્યાની ચર્ચા જણાઈ રહી છે. નરેશ પટેલ અને ભરતસિંહ વચ્ચેની બેઠક થાય તો મહત્વની ગણાશે. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલ પછી કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનું આજનું અચાનક આગમન રાજકીય રીતે ભારે ચર્ચામાં છે. જેને લઈને હાલમાં ગુજરાતના રાજકારણ માં સળવાટ થઇ રહ્યો છે. જે પ્રદેશ પ્રમુખ ઠાકોર વિપક્ષી નેતા આદિવાસી અને મહત્વના પદ માટે કોંગ્રેસની કોઈ વ્યૂહનીતિ લઈને આવી રહ્યા છે કે અન્ય કોઈ વાત છે. ભરતસિંહ સોલંકી રાષ્ટ્રીય કોંગ્રેસના દૂત બની કોઈ ઓફર લઇને આવે છે કેશુ, તે ચર્ચામાં બની રહ્યું છે. ભરતસિંહ સોંલકી સાથે ગીતા પટેલ અને હેનાશું પટેલ સહીત અમદાવાદ થી સાથે આવશે.
સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ
પટેલોને તેલની શીશીનું કહેનારાનો દીકરો ખોડલધામ આવે છે, કોઈ ન જતા. કોંગ્રેસના એક ટોચના નેતા શનિવારે રાજકોટ જઈ રહ્યા છે ત્યારે “કાલે પેલા ભાઈ આવે છે ખોડલ ધામ” નામના હેડિંગથી સોશિયલ મીડિયામાં પોસ્ટ ફરતી કરાઈ છે. જેમાં લખેલું છે કે, “જેના પિતા માધવભાઈ ઠાકોર એવું કહેતા કે પટેલોને તેલની શીશી લઈને મોકલશું , એમના પૂજ્ય પુત્ર જેમની હમણાં જ જાહેર નોટિસ આવી તી ને છાપામાં કે પત્ની કહ્યામાં નથી એવા ભરતભાઈ ઠાકોર આવે છે તો મારા વ્હાલા ભાઈઓને વિનંતી કે ધાવણ લજવવા જતા નહિ.” ઉલ્લેખનીય છે કે, જેમણે પોસ્ટ ફરતી કરી છે તે કોંગ્રેસના ટોચના પાટીદાર નેતાના નજીકની વ્યકિત ગણાય છે.

