HomeGujaratમાત્ર ધુમ્રપાન કે પ્રદુષણ નહીં આ ખોરાક પણ કેન્સર માટે જવાબદાર

માત્ર ધુમ્રપાન કે પ્રદુષણ નહીં આ ખોરાક પણ કેન્સર માટે જવાબદાર

કોઈ પણ પરિવારમાં કૅન્સરની બીમારી સામે આવે તો પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે.એક તરફ દેશમાં કેન્સરના કેસમાં સતત ઉછાળો આવી રહ્યો છે. જેમાં ધુમ્રપાન અને તમાકુના વ્યસન જવાબદાર હોય છે.જોકે દક્ષિણ સૌરાષ્ટ્રમા આવેલ 4 જિલ્લા જૂનાગઢ, અમરેલી, ગીરસોમનાથ અને પોરબંદર જિલ્લામાં પણ ખૂબ ઝડપથી કેન્સરના કેસ વધ્યા છે. માત્ર આ 4 જિલ્લામા જ 3000 કેસ હોવાનો અંદાજ લગાવાઈ રહ્યા છે.

આ અંગે જૂનાગઢના એમડી પલ્મોનોલોજીસ્ટ ડો.રાહુલ પંડ્યા કહે છે ધૂમ્ર પાન કરનાર વ્યક્તિ અને તેના પરિવારજનો તો કેન્સરની શકયતા રહે જ છે. આ ઉપરાંત ખેતરમાં વપરાતા અને તેના પેદાશ થકી ખોરાકમાં જતા પેસ્ટી સાઈડ્સ ફેક્ટરીઓમાંથી નીકળતા ધુમાડા વાહનના ધુમાડામાંથી નીકળતું સીસું જેવા પરિબળ જવાબદાર છે.

Studies profile lung changes in asymptomatic COVID-19, viral loads in  patient samples | CIDRAP

વર્ષો પહેલાં કુકરના હેન્ડલમાં એસબેટોસ મિક્સ કરતા હતા.કલરકામમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવતો હતો. બાદમાં તેના પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.એસબેટોસ પણ કેન્સર માટે જવાબદાર માનવામાં આવે છે.એસબેટોમાંથી અમુક રેસા નીકળતા હતા જે ફેફસામા ચોંટી જાય છે.અને ગાંઠ બને છે. હાલ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પાસે હાલ 2015 સુધીના આંકડા ઉપલબ્ધ છે.જે બાદના 5 વર્ષમાં તેમાં 15 ટકા થી પણ વધુ પ્રમાણમાં કેસ વધ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.એક અંદાજ મુજબ દક્ષિણ સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી,પોરબંદર અને ગીરસોમનાથ એમ ચાર જિલ્લામાં 3000થી વધુ કેન્સરના કેસ હોવાનો અંદાજ છે.જેતમામ પ્રકારના કેન્સરના 2.08 ટકા હોવાનો અંદાજ છે.

(બોક્સ)ખેતીમા પેસ્ટીસાઈડનો ઉપયોગ કેન્સર માટે વધુ જવાબદાર

દક્ષિણ સૌરાષ્ટ્રમાં કોઈ મોટા ઉધોગ નથી પણ ખેતી મુખ્ય વ્યવસાય છે તેમ છતાં કેન્સરના કેસ વધી રહ્યા છે જેથી આ કેસ વધવાનું કારણખેતરમાં પાકને છાંટવામાં આવતા પેસ્ટીસાઇડ વધુ જવાબદાર છે કારણ કેપાકમાં દવા છાંટતી વખતે પેસ્ટીસાઇડના ફુવારા ઉડે છે જે ખેડૂતના શરીરના સંમ્પર્ક માં આવે છે અને શ્વાસ થકી ફેફસામાં પણ જાય છે જેથી કેન્સર જવાબદાર છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW