મોરબીના જિલ્લામાં થતી ઘરફોડી તેમજ અન્ય નાના મોટી ચોરી રોકવા જિલ્લા પોલીસ વડાએ આપેલ આદેશને પગલે ટંકારા પોલીસની ટીમ દ્વારા ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી હતી. ચેકપોસ્ટ પર પોલીસ કોન્સ્ટેબલ સતીષ બસિયા વાહન ચેકીં કરી રહ્યા હતા તે દરમિયાન એક શંકાસ્પદ રીક્ષા આવતા તેને રોકવા જણાવ્યું હતું જોકે તે ન રોકાતા તેનો પીછો કર્યો હતો.અને તેને રોકાવી તેની તલાસી લીધી હતી.તલાસી લેતા તેમાંથી એક જૂનું પુરાનું શેરડી પિલવાનું મશીન અને લોખંડના સળિયા પણ મળી આવ્યા હતા.આ અંગે પૂછપરછ કરતા આ મશીન અને લોખંડના સળિયા ચોરીના હોવાનું સામે આવ્યું હતું.
જે બાદ પોલીસે ત્રણ શખ્સ રાહુલ મોહનભાઇ ચાંડપા તેમજરોનક અશોકભાઈ ચાંડપા રહે રાજકોટ જંગલેશ્વર ભરત નાનજી ટોયટા રહે વાછકપર બેડી જિલ્લો રાજકોટ વાળા ની અટકાયત કરી હતી. આરોપીઓ પાસેથી રૂ.2000ની કિંમતનું શેરડી પિલવાનું મશીન,1000ની કિંમતના લોખંડનો સળિયા અને રૂ.50000 ની કિંમતની રીક્ષા મળી કુલ 53,000નો મુદામાલ જપ્ત કર્યો હતો. આ અંગે ટંકારા પોલીસે ગુનો નોંધી આરોપીઓની આગવી ઢબે પૂછપરછ કરી હતી.

