BRTS બસમાં વધારો થવા જઈ રહ્યો છે. શુક્રવારથી BRTSના 4 નવા રૂટ શરૂ થવા જઈ રહ્યા છે. શહેરમાં 60 નવી ઈલેક્ટ્રીક બસ શરૂ કરાશે. જેમાં વાસણાથી હંસપુરા, નહેરૂનગરથી સાઉથ બોપલ રૂટ, નહેરૂનગરથી સાણંદ, મણીનગરથી એરપોર્ટ રૂટ પર શરૂ થવા જઈ રહ્યા છે.
અમદાવાદ જનમાર્ગ લી.દ્વારા બી.આર.ટી.એસ.ના મુસાફરો માટે પ્રદુષણરહિત જાહેર પરિવહન પુરી પાડવાના પ્રયાસરૂપે ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજીથી સુસજ્જ 60 ઇલેકટ્રીક બસોના તેમજ 4 નવા રૂટના પર બીઆરટીએસ દોડવાનું આયોજન કરાયું છે. BRTS કોરિડોર વિના જ જનરલ ટ્રાફિકમાં BRTS દોડશે.
BRTSના 4 નવા રૂટ નીચે મુજબ છે.
વાસણાથી હંસપુરા રીંગ રોડ
નવા સ્ટેશનના નામ
મુકિતધામ નરોડા -હરિદર્શન ચાર રસ્તા – સ્વામીનારાયણ પાર્ક – સ્થાપત્ય એલિગન્સ – હંસપુરા રીંગ રોડ
- નહેરુનગરથી સાણંદ સર્કલ (નવો રૂટ)
નવા સ્ટેશનના નામ
કર્ણાવતી કલબ – પ્રહલાદનગર ક્રોસ રોડ – મકરબા રોડ – સાણંદ સર્કલ

૩. નહેરુનગરથી સાઉથ બોપલ બીઆરટીએસ ટર્મિનસ (નવો રૂટ)
નવા સ્ટેશન નામ
સોબો સેન્ટર – સુખાસન ચાર રસ્તા – સાઉથ બોપલ બીઆરટીએસ ટર્મિનસ
- મણિનગરથી એરપોર્ટ ( વાયા ગીતા મંદિર , કાલુપુર , સિવિલ હોસ્પીટલ ) ( નવો રૂટ )
નવા સ્ટેશનના નામ
સિવિલ હોસ્પીટલ

