HomeGujaratમોરબીના સામાકાંઠા વિસ્તારમાં ગાંજાનું વાવેતર કરતો શખ્સ રૂ.2.18 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયો

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ગાંજાનું વાવેતર કરતો શખ્સ રૂ.2.18 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયો

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કરવામાં આવતું હોવાની મળેલી બાતમીના આધારે મોરબી એસ.ઓ.જી. ટીમે દરોડા પાડી એક શખ્સને ઝડપી પાડ્યો હતો.

મળતી માહિતી મુજબ, પ્રભુભાઈ રઘુભાઈ મકવાણા રહે. વિધ્યુતનગર પાછળ ભારતનગર મફતીયા પરા, મોરબી-2 વાળાએ પોતાના કબ્જા ભોગવટાવાળા રહેણાંક મકાન સામે આવેલા વાડામાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના નાના-મોટા છોડનું ગેરકાયદેસર વાવેતર કર્યું હતું. એસ.ઓ.જી. ટીમે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા આરોપીના કબ્જામાંથી કુલ 4 કિલો 376 ગ્રામ વજનનો ગાંજાનો જથ્થો તેમજ છોડ મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂ. 2,18,800ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી એન.ડી.પી.એસ. એક્ટ કલમ 8 (સી), 20 (એ) (બી) હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW