HomeGujaratવાંકાનેર: IPL મેચ પર હારજીતનો જુગાર રમતો એક શખ્સ ઝડપાયો, રૂ. 20...

વાંકાનેર: IPL મેચ પર હારજીતનો જુગાર રમતો એક શખ્સ ઝડપાયો, રૂ. 20 હજારનો મુદામાલ કબ્જે

વાંકાનેર સિટી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી બાતમીના આધારે પોલીસે વાંકાનેરના ગાયત્રી મંદિર પાસે આરોગ્યનગર ઢાળીયા પાસે જગ્યાએ દરોડો પાડ્યો હતો. જ્યાં એક શખ્સ આઇપીએલની રાજસ્થાન રોયલ્સ (RR) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાઈ રહેલી ટી-20 મેચ પર રનફેર તેમજ હારજીતનો જુગાર રમતો ઝડપાયો હતો.

પોલીસે આરોપી સન્ની જયંતીભાઈ માણસુરીયા (કોળી) (ઉં.24), રહે. આરોગ્યનગર ઢાળિયો, ગાયત્રી મંદિર પાસે, વાંકાનેરને ઝડપી પાડી તેની પાસેથી રૂ. 20 હજારની કિંમતનો મોબાઇલ ફોન કબજે કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે આરોપી વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW