મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડને ખાનગી બાતમી મળી હતી કે, મોટા દહિસરા ગામની સીમમાં ખરાબાની જમીન પાસે આવેલા વોકળા કાંઠે કેટલાક શખ્સો જુગાર રમતા હતા. બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતા કુલ છ વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા.
પકડાયેલા આરોપીઓમાં અમિતભાઈ જેરામભાઈ પટેલ રહે. પીપળી, નગીનભાઈ છગનભાઈ પટેલ રહે. ખાખરેચી, વિવેકભાઈ વિનોદભાઈ બાવાજી રહે. મોટા દહિસરા, માનસિંહભાઈ દેવાભાઈ કોળી રહે. વવાણીયા, હસમુખભાઈ ઉર્ફે અશોકભાઈ વાલજીભાઈ રાઠોડ રહે. મોટા દહિસરા તથા રમેશભાઈ મગનભાઈ પટેલ રહે. સરવડનો સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસેથી રોકડા રૂ. 1,03,000 તથા ત્રણ મોબાઇલ ફોન મળી કુલ રૂ. 1,13,500 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
દરોડા દરમિયાન અન્ય ત્રણ શખ્સો શક્તિ કોળી રહે. ધનાળા, અનિરુદ્ધસિંહ જાડેજા રહે. મોટા દહિસરા અને ચિરાગભાઈ રાધવજીભાઈ પટેલ રહે. સરવડ પોલીસને જોઈને નાસી છૂટ્યા હતા. આ મામલે પકડાયેલા તથા ફરાર મળી કુલ નવ આરોપીઓ સામે માળીયા (મીં) પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

