HomeGujaratમોરબીનાં પીપળી રોડ પર આવેલા વેર-હાઉસમાંથી ૪ તરુણ શ્રમયોગીઓને મુક્ત કરાયા

મોરબીનાં પીપળી રોડ પર આવેલા વેર-હાઉસમાંથી ૪ તરુણ શ્રમયોગીઓને મુક્ત કરાયા

ઓક્ટોબર-૨૦૨૬ માસ દરમિયાન આકસ્મિક ચેકિંગ; બાળ શ્રમિકોને કામે ન રાખવા સંચાલકોને તાકીદ

​મોરબી જિલ્લામાં બાળમજૂરી પ્રથાને રોકવા અને કાનૂની જોગવાઈઓનું કડક પાલન કરાવવા માટે જિલ્લા ટાસ્ક ફોર્સ કમિટી દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ઓક્ટોબર-૨૦૨૬ માસ દરમિયાન વહીવટી તંત્ર દ્વારા વિશેષ ઓચિંતી તપાસણીઓ હાથ ધરવામાં આવી હતી.

​આ અભિયાન અંતર્ગત  મોરબીના પીપળી રોડ પર આવેલા ‘એશિયન ગ્રેનીટો ઇન્ડિયા લિ.’ ના વેરહાઉસ ખાતે આકસ્મિક રેઈડ પાડવામાં આવી હતી. આ તપાસ દરમિયાન સંસ્થાનમાંથી 4  તરુણ શ્રમયોગીઓને બાળમજૂરીમાંથી સફળતાપૂર્વક મુક્ત કરાવવામાં આવ્યા હતા તેમજ આ સંસ્થા વિરુદ્ધ કાયદાનુસાર કડક દંડાત્મક તથા કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

​તંત્ર દ્વારા જિલ્લાના તમામ હોટલ, ઢાબાના સંચાલકો તેમજ ઔદ્યોગિક એકમોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે તેઓ પોતાની સંસ્થામાં કોઈપણ બાળ શ્રમિકને કામે ન રાખે. આગામી સમયમાં પણ આ પ્રકારની ઝુંબેશ અને સઘન તપાસ સતત ચાલુ રહેશે. જો નાગરિકોને ક્યાંય પણ બાળમજૂરી થતી નજરે પડે, તો તરત જ મદદનીશ શ્રમ આયુક્તની કચેરી, મોરબી અથવા ચાઈલ્ડ હેલ્પલાઈન નંબર ૧૦૯૮ પર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW