HomeGujaratમાળીયામાં સામાન્ય બાબતને લઇ યુવક પર 9 શખ્સોનો ધારિયા વડે હુમલો

માળીયામાં સામાન્ય બાબતને લઇ યુવક પર 9 શખ્સોનો ધારિયા વડે હુમલો

માળીયા (મી.)ના માતમ ચોક નજીક બાળકોને દુકાન પાસે તોફાન કરવા બદલ ઠપકો આપવાના મામલે જૂની અદાવત રાખી નવ શખ્સોએ એક યુવક સહિત ત્રણ લોકો પર ધારિયા, લોખંડના પાઈપ અને ધોકા વડે હુમલો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ગામના નિજામભાઈ માણેકે ફારૂક દિલાવરભાઈ જેડાના પુત્રને દુકાન પાસે તોફાન ન કરવા બાબતે ઠપકો આપ્યો હતો. આ વાતનો ખાર રાખીને ફારૂક દિલાવરભાઈ જેડા, સલીમ ઉર્ફે પલ્લો દિલાવરભાઈ જેડા, અસગર રમજાનભાઈ મોવર, સમીર સુભાનભાઈ મોવર, આર્યન રમજાનભાઈ મોવર, હનીફ અબ્બાસભાઈ ભટ્ટી, વલીમામદ સાવદીન જેડા તેમજ ફારૂકની માતા અને પત્ની હુરબાઈએ એકસંપ થઈ હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે.

હુમલા દરમિયાન વચ્ચે પડેલા કારૂભાઈ હાસમભાઈ માણેકને હનીફ અને વલીમામદે લોખંડના પાઈપ વડે માર માર્યો હતો. જ્યારે ફારૂક અને સલીમે કારૂભાઈના માથાના ભાગે ધારિયાના ઘા ઝીંક્યા હતા, જેના કારણે તેઓ બેભાન થઈ ગયા હતા. આ ઉપરાંત નિજામભાઈ, મરીયમબેન અને યાશ્મીનને પણ પાઈપ તથા ધોકા વડે માર મારી ઈજાઓ પહોંચાડવામાં આવી હતી.

હુમલાખોરોએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યા બાદ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. આ મામલે કારૂભાઈ માણેકે માળીયા (મી.) પોલીસ મથકમાં નવેય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW