HomeGujaratમોરબીની વિવિધ કોર્ટમા ‘પબ્લિક પ્રોસિક્યુટર’ ની જગ્યાઓ ભરવા અરજીઓ મંગાવાઈ

મોરબીની વિવિધ કોર્ટમા ‘પબ્લિક પ્રોસિક્યુટર’ ની જગ્યાઓ ભરવા અરજીઓ મંગાવાઈ

મોરબી જિલ્લા ન્યાયાલય ખાતેની કોર્ટોમાં એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર ની ૬ તથા સ્પેશિયલ પોક્સો કોર્ટ માટે ૧ મહિલા પબ્લિક પ્રોસિક્યુટરની જગ્યા ભરવા માટે પેનલ તૈયાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અન્વયે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૮(૪) તથા સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો મુજબ લાયકાત ધરાવતા વકીલ ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે.

આ જગ્યા માટે નિર્ધારિત લાયકાતોમાં ઉમેદવાર એડવોકેટ તરીકે ઓછામાં ઓછા ૭ વર્ષથી સક્રિય પ્રેક્ટિસ ધરાવતા હોવા જોઈએ, તેમની ઉંમર ૩૦ થી ૫૫ વર્ષ વચ્ચે હોવી જરૂરી છે તેમજ તેઓ નિમણૂકના ઓછામાં ઓછા ૩ વર્ષ પૂર્વેથી આવકવેરા કરદાતા હોવા ફરજિયાત છે. પસંદગી પામનાર ઉમેદવાર મહત્તમ ૬૦ વર્ષની ઉંમર સુધી ફરજ બજાવી શકશે.

રસ ધરાવતા અને પાત્રતા ધરાવતા ઉમેદવારો અરજી ફોર્મ મોરબી જિલ્લાની વેબસાઈટ www.morbi.gujarat.gov.in પરથી અથવા જિલ્લા સેવાસદન, મોરબી ખાતે આવેલી રૂમ નં. 125, પ્રથમ માળની કચેરીમાંથી કચેરી સમય દરમિયાન મેળવી શકશે. અરજી ફોર્મ સાથે જન્મતારીખ, શૈક્ષણિક લાયકાત, અનુભવના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ તેમજ છેલ્લા ત્રણ વર્ષના આવકવેરાના રિટર્ન સાથે રાખીને સ્પીડ પોસ્ટ દ્વારા અથવા રૂબરૂ મોડામાં મોડા તા. ૨૧/૧૧/૨૦૨૬ સુધીમાં કચેરીએ પહોંચાડી દેવાના રહેશે. અધૂરી વિગતવાળી કે મુદત વીત્યા બાદ મળનાર અરજીઓ રદબાતલ ગણવામાં આવશે તેમ મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરીની યાદીમાં જણાવાયું છ

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW