HomeGujaratમોરબી નજીક ફેક્ટરીની લેબર કોલોનીમાં મજૂર વચ્ચે થયેલા ઝઘડા માં યુવાનને ધક્કો...

મોરબી નજીક ફેક્ટરીની લેબર કોલોનીમાં મજૂર વચ્ચે થયેલા ઝઘડા માં યુવાનને ધક્કો લાગતા નીચે પટકાયો કમકમાટી ભર્યું મોત

મોરબીના રંગપર ગામની સીમમાં આવેલ વેલેન્ઝા સિરામિકની લેબર કોલોનીમાં માચીસ લેવા જેવી બાબતે થયેલી સામાન્ય બોલાચાલી અને ઝપાઝપી દરમિયાન ઉશ્કેરાટમાં ધક્કો લાગવાથી યુવકનું ઊંચાઈ પરથી નીચે પટકાવવાને કારણે કરુણ મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે.આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ ઉત્તરપ્રદેશના મઉ જિલ્લાના કોઠીયા ગામના વતની અને હાલ મોરબીના રંગપર ગામની સીમમાં વેલેન્ઝા સિરામિક લેબર કોલોનીમાં રહેતા વિશ્વજીત હરીહરપ્રસાદ કુમારે નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત તા. ૦૯/૧૧/૨૦૨૬ના રોજ સાંજે આશરે ૧૯:૧૫ વાગ્યાના અરસામાં આ ઘટના બની હતી. જેમાં તેમના સાળા રવીન્દ્રકુમાર સાથે આરોપી અરવીંદ સત્યનારાયણ મસાને (રહે. મૂળ મધ્યપ્રદેશ, હાલ ટીંબડી પાટીયા પાસે સન લેક્સ ફેબ્રિકેશન કારખાનાની લેબર કોલોની) વચ્ચે ‘માચીસ’ બાબતે બોલાચાલી થઈ હતી. લેબર કોલોનીના પહેલા માળે આવેલી નાની ચાલીમાં આ બાબતે રકઝક અને ઝપાઝપી ચાલી રહી હતી, તે દરમિયાન આરોપી અરવીંદે રવીન્દ્રકુમારને ધક્કો માર્યો હતો.

આ ધક્કો લાગવાને કારણે રવીન્દ્રકુમાર પહેલા માળેથી સીધા નીચે ભોયતળીએ પટકાયા હતા. આ ગંભીર અકસ્માતમાં તેમના માથાના ભાગે જીવલેણ ઇજાઓ પહોંચતા કમનસીબે તેમનું મોત નીપજ્યું હતું

સામાન્ય બાબતમાં થયેલી ઉગ્ર બોલાચાલીએ એક યુવકનો ભોગ લીધો છે. આ મામલે તાલુકા પોલીસે ભોગ બનનારના બનેવીની ફરિયાદના આધારે આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW