HomeGujaratમોરબીમાં ટ્રાફિક જામની અમલવારી માટે વહીવટી તંત્રએ વિવિધ વિસ્તારના રોડ વન વે...

મોરબીમાં ટ્રાફિક જામની અમલવારી માટે વહીવટી તંત્રએ વિવિધ વિસ્તારના રોડ વન વે જાહેર કર્યા

મોરબી શહેરમાં એક તરફ દિવાળી પર્વને લઇ બજારમાં વાહનની અવર જવર વધી છે જેના કારણે શહેરમાં ટ્રાફિક વધી રહ્યું છે.મોરબી શહેરની ભૌગોલીક પરિસ્થિતિ અને વસ્તી, આવાસની ગીચતા અને શહેરના જુના, સાંકડા રોડ-રસ્તા ધ્યાને લઇ ટ્રાફિક નિયમન અને જાહેર હિતાર્થને ધ્યાને લઇને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ત્યારે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ટ્રાફિક જામ સમસ્યા ઉકેલવા અલગ  અલગ વિસ્તારમાં વન વે તેમજ ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકતા જાહેરનામાં બહાર પાડવામાં આવ્યા છે

આ જાહેરનામા અનુસાર ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ જવા વાળો રૂટ વન-વે રહેશે. જ્યારે રવાપર ચોકડી અને નવા બસ સ્ટેન્ડ તરફથી આવતા વાહનો માટે ઉમિયા સર્કલ થી ભક્તિનગર સર્કલ થઈ દલવાડી સર્કલ અને પંચાસર/વાવડી ચોકડી તરફ જવા માટેનો રૂટ રહેશે.

લીલાપર તરફથી ઉમિયા સર્કલ જવા રવાપર ચોકડી (સ્વાગત હોલ) વાળો રૂટ વન-વે રહેશે. જ્યારે લીલાપર તરફથી આવતા વાહનો માટે શ્યામ ગ્લાસ વેર. એસ.પી રોડના નાકેથી રવાપર ચોકડીથી નિર્મલ સ્કુલ થઇ ઉમિયા સર્કલ તરફ જવા માટેનો રૂટ રહેશે.

ઉમિયા સર્કલથી લીલાપર રોડ તરફથી જવા માટે નિર્મલ સ્કુલ વાળા રોડ રૂટ વન-વે રહેશે. જ્યારે ઉમિયા સર્કલ થી લીલાપર રોડ તરફ જવા માટે ઉમિયા સર્કલ થી અવની ચોકડીથી રવાપર ચોકડી (સ્વાગત હોલ) થી વર્ધમાન ચોકડી થઇ લીલાપર તરફ જવા માટેનો રૂટ રહેશે. આ જાહેરનામાં અનુસાર (૧) દલવાડી સર્કલથી લીલાપર ચોકડી, (૨) રવાપર ગામથી રવાપર ચોકડી થી લીલાપર ચોકડી અને (૩) ભક્તિનગરથી ઉમીયા સર્કલ રસ્તાઓ પર તા.૦૭/૦૨/૨૦૨૭ સુધી સવારના ૦૮:૦૦ કલાકથી રાત્રીના ૨૨:૦૦ કલાક સુધી ભારે વાહનોને પસાર થવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

આ જાહેરનામું ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના વાહનો, સરકારી વાહનો, ફાયર ફાઇટર, સ્કુલ/કોલેજના વાહનો, ઇમરજન્સી વાહનો, આવશ્યક ચીજ વસ્તુઓ સાથે સંકળાયેલા તમામ વાહનો તેમજ પૂર્વ મંજુરી મેળવેલ હોય તેવા વાહનોને લાગુ પડશે નહિ.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW