HomeGujaratવાંકાનેરના ખીજડીયામાં જૂની અદાવતમાં આધેડ પર હુમલો: લાકડી અને પાઇપ વડે માર...

વાંકાનેરના ખીજડીયામાં જૂની અદાવતમાં આધેડ પર હુમલો: લાકડી અને પાઇપ વડે માર માર્યાની પાંચ શખ્સો સામે ફરિયાદ

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામે જૂની અદાવત અને કારને નુકસાન પહોંચાડવાના મુદ્દે થયેલા વિવાદમાં આધેડ પર લાકડી અને પાઇપ વડે હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પાંચ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, ખીજડીયા ગામના રહેવાસી નારણભાઈ લખમણભાઈ સરૈયા (ઉંમર 54 વર્ષ)એ ગામના જ સાગરભાઈ મોમભાઈ ડાભી, મોમભાઈ ભીખાભાઈ ડાભી, કૈણાભાઈ ભીખાભાઈ ડાભી, ભરતભાઈ મૈયાભાઈ ગરીયા અને મોમભાઈ પોલાભાઈ ગરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગત તા. 17/10/2028ના રોજ ફરિયાદીના પરિવારજનો અને સાગરભાઈના પરિવારજનો વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન સાગરભાઈની વેન્યુ કારને નુકસાન પહોંચ્યું હતું. આ ઘટનાનો ખાર રાખીને આરોપીઓ પાઇપ અને લાકડીઓ લઈને આવ્યા હતા અને ફરિયાદી પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. જેમાં સાગરભાઈએ ફરિયાદીને ખભા તથા પગના ભાગે માર માર્યો હતો, જ્યારે અન્ય આરોપીઓએ પણ લાકડાના ધોકા અને પાઇપ વડે હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે.

આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદના આધારે પાંચેય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,700SubscribersSubscribe

TRENDING NOW