મોરબીની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજમાતા સ્વ. વિજય કુંવરબાના નિધન પર શોક વ્યક્ત કરી ન્યુ પેલેસ ખાતે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. મુખ્યમંત્રીએ રાજમાતાની છબી સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી સદ્ગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ મોરબી રાજપરિવારના સભ્યો સાથે મુલાકાત કરી દુઃખની ઘડીમાં સાંત્વના પાઠવી હતી. તેમણે મહારાજકુમારી રૂક્ષ્મણીદેવી, દ્રોપદીદેવી, ઉમાદેવી અને વિશાલ આદિત્યસિંહજી જાડેજા સહિત પરિવારજનોને સાંત્વના આપી હતી. સાથે જ મોરબીના પ્રજાકલ્યાણ, સામાજિક સેવાકાર્યો અને પરંપરાગત વારસાના જતનમાં રાજમાતા વિજય કુંવરબાના યોગદાનને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ પ્રસંગે મંત્રી જીતુભાઈ વાઘાણી, પ્રફુલભાઈ પાનસેરિયા, ત્રિકમભાઈ છાંગા, કાંતિલાલ અમૃતિયા, રીવાબા જાડેજા, મોરબીના મેયર ઉત્તમ સુરાણી, સાંસદ વિનોદભાઈ ચાવડા, કેસરીદેવસિંહ ઝાલા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, દુર્લભજીભાઈ દેથરિયા, જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે અને મોરબી કમિશનર સંગીતા રૈયાણી સહિતના પદાધિકારીઓ, આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
