HomeGujaratટંકારાના હરબટીયાળીમાં ઝેરી જનાવર કરડતા 22 વર્ષીય યુવાનનું મોત

ટંકારાના હરબટીયાળીમાં ઝેરી જનાવર કરડતા 22 વર્ષીય યુવાનનું મોત

ટંકારા તાલુકાના હરબટીયાળી ગામની સીમમાં આવેલી વાડીમાં ઝેરી જનાવર કરડવાથી 22 વર્ષીય યુવાનનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. મૂળ દાહોદ જિલ્લાના પીપરકોટા ગામનો વતની મુકેશભાઈ કુબાભાઈ વાખડી વિમલભાઈ દુબરીયાની વાડીએ રહીને ખેતમજૂરી કરતો હતો.

મળતી માહિતી મુજબ, ગત તા. 21ના રોજ રાત્રિના સમયે વાડીમાં કામકાજ દરમિયાન મુકેશભાઈને કોઈ ઝેરી જનાવર કરડી ગયું હતું. ત્યારબાદ તે બેભાન થઈ જતાં તાત્કાલિક સારવાર અર્થે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, ફરજ પરના તબીબે તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવને પગલે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,690SubscribersSubscribe

TRENDING NOW