HomeGujaratવાંકાનેરમાં ખાણ-ખનિજ વિભાગની કાર્યવાહી: રોયલ્ટી નિયમોના ભંગ બદલ પાંચ ડમ્પર સીઝ

વાંકાનેરમાં ખાણ-ખનિજ વિભાગની કાર્યવાહી: રોયલ્ટી નિયમોના ભંગ બદલ પાંચ ડમ્પર સીઝ

મહિકા, ભલગામ અને મેસરિયામાં ચેકિંગ દરમિયાન ૩ ડમ્પર રોયલ્ટી પાસ વગર અને ૨ ડમ્પર પાસ કરતાં વધુ ખનિજ વહન કરતાં ઝડપાયાં

મોરબી જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી જે.એસ. વાઢેરની સૂચનાથી જિલ્લા ખાણ-ખનિજ વિભાગની ટીમે તા. 21ઓક્ટોબર,ના રોજ વાંકાનેર તાલુકાના વિવિધ વિસ્તારોમાં આકસ્મિક રોડ ચેકિંગ હાથ ધરી પાંચ ડમ્પર સીઝ કર્યાં હતાં.

વિભાગની તપાસ દરમિયાન નીચે મુજબની ગેરરીતિઓ સામે આવી હતી:

  • મહિકા ગામ: ડમ્પર નં. GJ.27.TD.2406 માં રોયલ્ટી પાસ વગર સિલિકા સેન્ડ ખનિજનું વહન.
  • ભલગામ: ડમ્પર નં. GJ.03.CU.0222 માં રોયલ્ટી પાસ કરતાં વધુ પ્રમાણમાં બ્લેકટ્રેપ ખનિજનું વહન.
  • ભલગામ: ડમ્પર નં. GJ.03.BZ.9149 માં રોયલ્ટી પાસ વગર સિલિકા સેન્ડનું વહન.
  • ભલગામ: ડમ્પર નં. GJ.02.ZZ.0511 માં રોયલ્ટી પાસ વગર સિલિકા સેન્ડનું વહન.
  • મેસરિયા ગામ: ડમ્પર નં. GJ.03.BZ.9187 માં રોયલ્ટી પાસ કરતાં વધુ પ્રમાણમાં સિલિકા સેન્ડનું વહન.

આમ, કુલ પાંચ ડમ્પરમાંથી ત્રણ ડમ્પર રોયલ્ટી પાસ વગર ખનિજ વહન કરતાં, જ્યારે બે ડમ્પર પાસમાં દર્શાવેલા પ્રમાણ કરતાં વધુ ખનિજ વહન કરતાં ઝડપાયાં હતાં.

ખાણ-ખનિજ વિભાગે તમામ પાંચ ડમ્પર સીઝ કરી વાંકાનેર તાલુકાના ભલગામ સ્થિત સંતકૃપા સ્ટોન ક્રશર ખાતે કસ્ટડીમાં મૂક્યાં છે. આ કાર્યવાહી તપાસ અધિકારીઓ રાહુલ મહેશ્વરી (RI) અને વિરપાલસિંહ જાડેજા (MS) દ્વારા હાથ ધરવામાં આવી હતી.

 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,690SubscribersSubscribe

TRENDING NOW