HomeGujaratNorth Gujaratશહેરમાંથી નશાના કાળા કારોબારનો ખાતમો કરવા એક્શન પ્લાન : સ્થાનિક પોલીસ-એનસીબી સહિતની...

શહેરમાંથી નશાના કાળા કારોબારનો ખાતમો કરવા એક્શન પ્લાન : સ્થાનિક પોલીસ-એનસીબી સહિતની એજન્સીઓ ડ્રગ્સ કે દારૂની પાર્ટી કરનારા યુવાનો પર ‘બાજનજર’ રાખશે

અમદાવાદ, બુધવાર

  પાકિસ્તાન સહિત અલગ અલગ જગ્યા પરથી ડ્રગ્સ દરિયાઇ રસ્તે ગુજરાતમાં ઘૂસે છે. આ સિવાય દારૂબંધી હોવા છતાંય ઠેરઠેર દારૂ આસાનીથી મળી રહે છે. ડ્રગ્સ હોય કે પછી દારૂ હોય, તેને નશાના વેપારીઓમાં ડિસ્ટ્રિબ્યૂટ કરી દેવામાં આવે છે. ત્યાર બાદ પ્રતિ‌િષ્ઠત એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓને સોફ્ટ ટાર્ગેટ કરવામાં આવે છે. 

   નાર્કો‌િટક્સ કંટ્રોલ બ્યૂરોના ડાયરેક્ટર સદાકાંત ‌િમશ્રાએ જણાવ્યું છે કે કોરોના વાઇરસના કારણે મોટા ભાગના ઇન્સ્ટિટ્યૂટ બંધ હતા, જોકે કોરોનાનો કહેર ઓછો થતાંની સાથે જ હવે ધીમે ધીમે ઇન્સ્ટિટ્યૂટ ખૂલી રહ્યા છે, જેના કારણે એનસીબી એક્શન મોડમાં આવી ગયું છે અને તમામ ઇન્સ્ટિટ્યૂટ તેમજ ડ્રગ્સ માફિયા પર સર્વેલન્સ શરૂ કરી દીધું છે. અમદાવાદમાં સંખ્યાબંધ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે, જેમાં હજારો પરપ્રાંતીય વિદ્યાર્થીઓ ભણવા માટે આવે છે. કેટલાક વિદ્યાર્થીઓ ઇન્સ્ટિટ્યૂટની હોસ્ટેલમાં રહે છે તો કેટલાક વિદ્યાર્થીઓ પીજી તરીકે રહેવાનું પસંદ કરે છે. એજ્યુકેશન માટે આવેલા વિદ્યાર્થીઓ પોતાની દુનિયામાં મસ્ત રહેવા તેમજ મોજશોખ કરવા માટે ડ્રગ્સ તેમજ દારૂના રવાડે ચઢતા હોય છે. નશાની આદત એટલી હદે લાગી જાય છે કે તેઓ કોઇ પણ સંજોગોમાં નશો કરતા હોય છે. નશાના વેપારીઓ પીજીમાં રહેતા અને મોજશોખ ધરાવતા વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરે છે અને તેમને ડ્રગ્સના રવાડે ચઢાવે છે. (તસ્વીર પ્રતિકાત્મક છે)

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,340SubscribersSubscribe

TRENDING NOW