HomeGujaratમાળિયા મીયાણા નજીકથી ક્રૂરતાપૂર્વક લઈ જવાતા 71 ઘેટાં સાથે ટ્રક જપ્ત; ચાર...

માળિયા મીયાણા નજીકથી ક્રૂરતાપૂર્વક લઈ જવાતા 71 ઘેટાં સાથે ટ્રક જપ્ત; ચાર વિરુદ્ધ ગુનો દાખલ

માળિયા મીયાણા પોલીસ દ્વારા કચ્છ-મોરબી હાઇવે પર નાઇટ પેટ્રોલિંગ દરમિયાન પશુઓની ગેરકાયદેસર અને અમાનવીય હેરફેરનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે વિશાળા હોટલ નજીક વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ આઈસર ટ્રકને અટકાવી તપાસ કરતાં ટ્રકમાંથી 71 ઘેટાં અત્યંત ગીચ અને દયનીય સ્થિતિમાં મળી આવ્યા હતા.

પોલીસ ફરિયાદ મુજબ, કચ્છ-મોરબી રોડ પર પેટ્રોલિંગ દરમિયાન આઈસર ટ્રક નંબર GJ-09-Z-9365ને રોકીને તપાસ કરવામાં આવી હતી. ટ્રકના પાછળના ભાગમાં ઘેટાંને ખીચોખીચ ભરવામાં આવ્યા હતા, તેમજ તેમના માટે ઘાસચારા કે પીવાના પાણીની કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન પોલીસે રૂ.71,000ની કિંમતના 71 ઘેટાં તેમજ રૂ.7 લાખની કિંમતની ટ્રક મળી કુલ રૂ.7.71 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઘેટાંને સુરક્ષિત રીતે પાંજરાપોળ ખાતે મોકલવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી.

પશુઓની હેરફેર માટે જરૂરી આધાર-પુરાવા અને પરમિટ વિના તેમજ પશુઓ સાથે ક્રૂરતા આચરી પરિવહન કરવામાં આવતું હોવાનું સામે આવતા પોલીસે સંબંધિત કાયદા હેઠળ ગુનો નોંધી ચાર આરોપીઓની અટકાયત કરી છે. ઝડપાયેલા આરોપીઓમાં ટ્રક ચાલક ફિરોજભાઈ આદમભાઈ ઓડ, આરીફભાઈ ફિરોજભાઈ ઓડ, મેરાભાઈ હમીરભાઈ ખાંભલા અને યુનુસભાઈ આદમભાઈ ઓડનો સમાવેશ થાય છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,660SubscribersSubscribe

TRENDING NOW