HomeGujaratવાંકાનેરમાં જૂની બોલાચાલીનો ખાર રાખી યુવક પર છરીથી હુમલો

વાંકાનેરમાં જૂની બોલાચાલીનો ખાર રાખી યુવક પર છરીથી હુમલો

વાંકાનેરમાં જૂની બોલાચાલીનો મનદુઃખ રાખી એક શખ્સે યુવકને ગાળો આપી છરી વડે હુમલો કર્યાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસ મથકે નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ વાંકાનેરના નવાપરા પંચાસર રોડ વિસ્તારમાં રહેતા સાગરભાઈ ભુપતભાઈ પાટડીયા (ઉ.વ. 27) પોતાના મિત્ર સાથે ખરીદી કરી પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન અગાઉ ફરિયાદીના મિત્ર અને આરોપી શુભમ ભાટી વચ્ચે થયેલી બોલાચાલીનો ખાર રાખી આરોપીએ સાગરભાઈને રોક્યા હતા.

આરોપીએ ફરિયાદીને અપશબ્દો કહી ગાળો આપ્યા બાદ પોતાની પાસે રહેલી છરી વડે તેમના ડાબા હાથ પર બે ઘા મારી ઇજા પહોંચાડી હતી. આ બનાવ અંગે સાગરભાઈએ શુભમ ભાટી, રહે. વિસીપરા, તા. વાંકાનેર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદના આધારે વાંકાનેર સીટી પોલીસે ગુનો નોંધી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW