HomeGujaratમોરબી વન વિભાગના ટેન્ડરમાં રૂ.5.91 લાખની બોગસ FD રજૂ કર્યાનો આરોપ

મોરબી વન વિભાગના ટેન્ડરમાં રૂ.5.91 લાખની બોગસ FD રજૂ કર્યાનો આરોપ

કોન્ટ્રાક્ટર સામે મોરબી સિટી બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ, બનાવટી દસ્તાવેજ મામલે તપાસ શરૂ

મોરબી વન વિભાગની સરકારી ટેન્ડર પ્રક્રિયામાં રૂ.5.91 લાખની બનાવટી બેંક ફિક્સ્ડ ડિપોઝિટ (FD) રજૂ કરી છેતરપિંડી કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે વન વિભાગના કર્મચારીએ કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ, મોરબીની ફોરેસ્ટ કોલોનીમાં રહેતા અને વન વિભાગમાં ફરજ બજાવતા કરશનભાઈ ગોવાભાઈ ચાવડાએ ગીર સોમનાથ જિલ્લાના ઉમરેઠી ગામના કોન્ટ્રાક્ટર ગોવિંદભાઈ નારણભાઈ બારડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ અનુસાર, વર્ષ 2024-25 દરમિયાન રાજકોટ રેન્જ હેઠળના આણંદપર બાઘી વિડી વિસ્તારમાં બાઉન્ડ્રી વોલના કામનું સરકારી ટેન્ડર આરોપીને મળ્યું હતું. ટેન્ડરની સિક્યુરિટી ડિપોઝિટ તરીકે આરોપીએ તાલાળા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા શાખાની રૂ.5,91,517ની કથિત બનાવટી FD રસીદ તૈયાર કરી હતી.

આ FDને અસલી હોવાનું દર્શાવી મોરબી વન વિભાગના નાયબ વન સંરક્ષકની કચેરીમાં રજૂ કરવામાં આવી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.

ટેન્ડર પ્રક્રિયા દરમિયાન રજૂ કરાયેલા દસ્તાવેજની ખરાઈ અંગે શંકા જતા મામલો પ્રકાશમાં આવ્યો હતો. ત્યારબાદ વન વિભાગના કર્મચારી દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.

મોરબી સિટી બી ડિવિઝન પોલીસે ફરિયાદના આધારે ગોવિંદભાઈ બારડ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બનાવટી FD કોણે અને કેવી રીતે તૈયાર કરી, તેમજ આ સમગ્ર મામલામાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW