HomeGujaratમોરબી: રઘુવંશી યુવક મંડળ દ્વારા લોહાણા સમાજના તેજસ્વી તારલાઓ માટે 'સરસ્વતી સન્માન...

મોરબી: રઘુવંશી યુવક મંડળ દ્વારા લોહાણા સમાજના તેજસ્વી તારલાઓ માટે ‘સરસ્વતી સન્માન સમારોહ’નું આયોજન

મોરબી:  રઘુવંશી યુવક મંડળ, મોરબી દ્વારા લોહાણા જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ‘સરસ્વતી સન્માન સમારોહ’નું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. 4 ઓક્ટોબર, 2026ના રોજ લોહાણા વિદ્યાર્થી ભવન, વસંત પ્લોટ, મોરબી ખાતે આ સમારોહ યોજાશે.

આ સન્માન સમારોહમાં ધોરણ 9 અને તેનાથી ઉપરના લોહાણા જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને શીલ્ડ, પ્રમાણપત્ર તેમજ વિવિધ ઇનામો આપી સન્માનિત કરવામાં આવશે. વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓને પ્રોત્સાહન આપવાના હેતુથી યોજાતા આ કાર્યક્રમને લઈને જ્ઞાતિના વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મંડળના પ્રમુખ પરિમલભાઈ ઠક્કરે જણાવ્યું છે કે, કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છુક વિદ્યાર્થીઓએ જરૂરી ફોર્મ તા. 24 સપ્ટેમ્બર, 2026 સુધીમાં મેળવી પરત કરવાના રહેશે.

ફોર્મ મેળવવા અને જમા કરાવવા માટેના સ્થળો:

  • દરીયાલાલ આલુ ભંડાર, નવાડેલા રોડ, મોરબી- મો. ૯૮૯૮૧ ૧૪૩૪૮
  • કેવિન ગેસ એજન્સી, નવા બસ સ્ટેશન સામે, મોરબી- મો. ૯૮૭૯૮ ૩૪૦૩૪

કાર્યક્રમ અંગે વધુ માહિતી માટે મંડળના પ્રમુખ પરિમલભાઈ ઠક્કર તથા પ્રોજેક્ટ ચેરમેન આકાશ કકકડનો સંપર્ક કરવા રઘુવંશી યુવક મંડળ દ્વારા જણાવાયું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,600SubscribersSubscribe

TRENDING NOW