HomeGujaratવાંકાનેરના રાજાવડલા ગામે મકાન અને રસ્તાના જૂના વિવાદમાં યુવક પર હુમલો કર્યો,...

વાંકાનેરના રાજાવડલા ગામે મકાન અને રસ્તાના જૂના વિવાદમાં યુવક પર હુમલો કર્યો, ચાર સામે ફરિયાદ

વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામે મકાન અને આવવા-જવાના રસ્તાને લઈને ચાલી રહેલા જૂના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આ મુદ્દે સગા ભાઈઓ અને ભાભીઓએ એકસંપ થઈ યુવક સાથે મારામારી કરી લાકડી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધાઈ છે.

ફરિયાદ મુજબ રાજાવડલા ગામે રહેતા અને ટ્રક ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા અફસાદભાઈ ઈસ્માઈલભાઈ વડાવીયા (મોમીન), ઉંમર 32 વર્ષ,નું તેમના ભાઈ સાથે મકાન બાબતે અગાઉથી મનદુઃખ ચાલી રહ્યું હતું. દરમિયાન આરોપીઓ અનવરભાઈ ઈસ્માઈલભાઈ વડાવીયા, અસરફભાઈ ઈસ્માઈલભાઈ વડાવીયા, ફેમીદાબેન અનવરભાઈ વડાવીયા અને રૂબીયાબેન અસરફભાઈ વડાવીયા ફરિયાદીના ઘર પાસે આવી હોબાળો કરવા લાગ્યા હતા.

આ અંગે ફરિયાદી ઘરની બહાર આવતા આરોપીઓએ તેની સાથે ગાળાગાળી શરૂ કરી હતી. ફરિયાદીએ ગાળો આપવાની ના પાડતા અનવરભાઈએ હાથમાં રહેલી લાકડી વડે તેના માથામાં પ્રહાર કર્યો હતો. ત્યારબાદ અન્ય આરોપીઓએ પણ ઢીકાપાટુનો માર મારી ફરિયાદીને માથાના ભાગે સામાન્ય ઇજા તેમજ શરીરના અન્ય ભાગે મુંઢ ઇજાઓ પહોંચાડી હતી.

હુમલો કર્યા બાદ આરોપીઓએ ફરીથી ભેગા થવા પર જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,590SubscribersSubscribe

TRENDING NOW