મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનની અસામાજિક પ્રવૃત્તિ આચરતા બુટલેગર સામે મોરબી એલ.સી.બી. દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરી મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી.
આ દરખાસ્તના આધારે મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા ઇસમ દિપેશ ઉર્ફે રાહુલ પુંજાભાઈ ધનાભાઈ પટણી (ઉંમર ૩૭ વર્ષ), રહે. ચિત્રોડ, તા. રાપર, જી. કચ્છ વિરુદ્ધ પાસા વોરંટ ઇશ્યૂ કરવામાં આવ્યું હતું.
વોરંટની બજવણી કરવા માટે એલ.સી.બી. તથા પેરોલ-ફર્લો સ્કોડના પોલીસ અધિકારીઓ અને સ્ટાફ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઇસમ ગળપાદર જેલમાંથી જામીન મુક્ત થતાં તેને મોરબી એલ.સી.બી. કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો.
ત્યારબાદ ઇસમને પાસા એક્ટ હેઠળ ડિટેઇન કરી લાજપોર મધ્યસ્થ જેલ, સુરત ખાતે હવાલે કરવામાં આવ્યો હતો.

