HomeGujaratમોરબીમાં જાહેરમાં જુગાર રમતી 3 મહિલાઓ સહિત 6 શખ્સો ઝડપાયા

મોરબીમાં જાહેરમાં જુગાર રમતી 3 મહિલાઓ સહિત 6 શખ્સો ઝડપાયા

મોરબી તાલુકાના નવલખી રોડ પર આવેલી બ્રહ્મપુરી સોસાયટીની શેરી નંબર-2માં જાહેરમાં જુગાર રમતા ત્રણ મહિલાઓ સહિત કુલ છ શખ્સોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડ્યા છે.

મળતી માહિતી મુજબ, મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બ્રહ્મપુરી સોસાયટીની શેરી નંબર-2માં કેટલાક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે જુગાર રમતા મયુરભાઈ વસંતભાઈ ચાવડા, હાર્દિકભાઈ ભરતભાઈ દવે, કેતનભાઈ મનસુખભાઈ પંડ્યા, સોનલબેન અશ્વિનભાઈ ચાવડા, લાભબેન વસંતભાઈ ચાવડા અને દક્ષાબેન ધર્મેન્દ્રભાઈ ચાવડાને ઝડપી પાડ્યા હતા.

પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ. 7,930 સહિતનો મુદ્દામાલ કબજે કરી તમામ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,590SubscribersSubscribe

TRENDING NOW