HomeGujaratમોરબીમાં પાવડરની બોરીઓની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, રૂ.19.52 લાખનો મુદ્દામાલ જપ્ત

મોરબીમાં પાવડરની બોરીઓની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, રૂ.19.52 લાખનો મુદ્દામાલ જપ્ત

મોરબી જિલ્લામાં પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસે કાર્યવાહી તેજ કરી છે. મોરબી જિલ્લાના માળિયા ત્રણ રસ્તાથી મોરબી આવતા માર્ગ પર બ્રિજ નજીક સર્વિસ રોડ પરથી પાવડરની બોરીઓની આડમાં છુપાવીને લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે ટ્રક સહિત કુલ રૂ.19.52 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી ટ્રકચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નજર રાખવા ક્રાઈમ-2 સરહદી રેંજ ભુજ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે માળિયા તરફથી મોરબી તરફ આવી રહેલા RJ-52GA-2464 નંબરના ટ્રકને અટકાવી તપાસ કરવામાં આવી હતી.

ટ્રકની તલાશી લેતા તેમાં પાવડરની બોરીઓની આડમાં છુપાવી રાખવામાં આવેલી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી કુલ 4,092 બોટલો મળી આવી હતી. દારૂના જથ્થાની અંદાજિત કિંમત રૂ.3,39,400 હોવાનું સામે આવ્યું છે. પોલીસે દારૂ ઉપરાંત રૂ.10 લાખની કિંમતનો ટ્રક તેમજ સફેદ પાવડર ભરેલી બોરીઓ સહિતનો અન્ય જથ્થો મળી કુલ રૂ.19,52,400ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ મામલે ટ્રકના ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,580SubscribersSubscribe

TRENDING NOW