ટંકારા તાલુકાના સરાયા જુના ગામમાં ચોરીની એક ઘટના સામે આવી છે. ગામમાં રહેતા અને વાંકાનેર-રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકમાં ફરજ બજાવતા લલીતભાઈ મોતીભાઈ ઢેઢીના રહેણાંક મકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવ્યું છે.
ફરિયાદ મુજબ, તા. 1ઓગસ્ટની રાત્રે આશરે 10:30 વાગ્યાથી તા. 2 ઓગસ્ટની રાત્રે આશરે 1 વાગ્યા દરમિયાન કોઈ અજાણ્યા શખ્સે મકાનમાં ગુપ્ત રીતે પ્રવેશ કર્યો હતો. બાદમાં રૂમમાં રાખેલા લોખંડના કબાટની તિજોરીમાંથી અંદાજે બે તોલા વજનની સોનાની માળા, જેની કિંમત રૂ. 1.57 લાખ જેટલી થાય છે, તેમજ રૂ. 15 હજારની રોકડ મળી કુલ રૂ.1.72 લાખનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયો હતો.
આ બનાવ અંગે લલીતભાઈ ઢેઢીએ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ચોર સામે ગુનો દાખલ કરી તપાસ અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

