મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે બાતમીના આધારે વિસીપરા રોહિદાસપરા મેઈન રોડ પર લાયન્સનગરના ખૂણા નજીક જાહેર સ્થળે દરોડો પાડવામાં આવ્યો હતો.
દરોડા દરમિયાન ચાર શખ્સો જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે બેચરભાઈ અમરાભાઈ ચાવડા, તુલશીભાઈ ધનજીભાઈ સોલંકી, ભરતભાઈ ગીરીશભાઈ ચૌહાણ અને દિલીપભાઈ રવજીભાઈ સોલંકી (તમામ રહે. વિસીપરા, મોરબી)ની અટકાયત કરી તેની પાસેથી રોકડ રૂ. 4,250નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ત્યારબાદ પોલીસે ચારેય આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનાની નોધ કરી છે.

