HomeGujaratમાળીયા ફાટક ઓવરબ્રિજ નજીકથી ચોરાઉ બાઈક સાથે એક યુવક ઝડપાયો

માળીયા ફાટક ઓવરબ્રિજ નજીકથી ચોરાઉ બાઈક સાથે એક યુવક ઝડપાયો

મોરબી એલ.સી.બી. અને પેરોલ-ફર્લો સ્કોડે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન ચોરીના મોટરસાયકલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. માળીયા-મોરબી નેશનલ હાઇવે પર માળીયા ફાટક ઓવરબ્રિજ નજીક સર્વિસ રોડ પરથી નંબર પ્લેટ વગરના જૂના હોન્ડા મોટરસાયકલ સાથે શંકાસ્પદ યુવકને રોકી તપાસ કરવામાં આવી હતી. વાહનના દસ્તાવેજો રજૂ કરી શક્યો ન હોવાથી પોલીસે સઘન પૂછપરછ હાથ ધરી હતી.

પૂછપરછ દરમિયાન આરોપીએ દોઢેક મહિના અગાઉ મોરબીના પાડા પુલ નીચે ભરાતા રવિવારી બજાર વિસ્તારમાંથી મોટરસાયકલ ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પોકેટકોપમાં તપાસ કરતા આ મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 303(2) હેઠળ ગુનો નોંધાયેલો હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 106(1) મુજબ અંદાજે રૂ.15 હજારની કિંમતનું હિરો હોન્ડા સ્પ્લેન્ડર પ્રો મોટરસાયકલ કબજે કરી આરોપી સમીરભાઈ ગફુરભાઈ જેડા (ઉં. 25, હાલ નિવાસી વીશીપરા લાયન્સનગર, મોરબી)ને વધુ કાર્યવાહી માટે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને સોંપ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,530SubscribersSubscribe

TRENDING NOW