HomeGujaratમોરબી લાયન્સ ક્લબ નઝરબાગનો ૪૭મો શપથવિધિ સમારંભ "સમર્પણ" યોજાયો

મોરબી લાયન્સ ક્લબ નઝરબાગનો ૪૭મો શપથવિધિ સમારંભ “સમર્પણ” યોજાયો

મોરબી ખાતે લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગનો 47મો શપથવિધિ સમારંભ “સમર્પણ” તા. 26 જુલાઈ, 2026ના રોજ હરભોલે બેન્ક્વેટ હોલ ખાતે ભવ્ય રીતે યોજાયો હતો. કાર્યક્રમમાં વર્ષ 2026-27 માટેની નવી કારોબારી સમિતિએ શપથ ગ્રહણ કરી ક્લબના સેવાકીય કાર્યોને વધુ વેગ આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ 3232Jના DC (Vision) લાયન પ્રદીપભાઈ ભુવાએ ઇન્સ્ટોલેશન ઓફિસર તરીકે અને DC (IT) લાયન ધીરજલાલ આદ્રોજાએ ઇન્ડક્શન ઓફિસર તરીકે સેવા આપી હતી. મુખ્ય અતિથિ તરીકે પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન PMJF ચંદ્રકાન્તભાઈ દફતરી ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત GMA કોઓર્ડિનેટર લાયન MJF તુષારભાઈ દફતરી, મોરબી મહાનગરપાલિકાના દંડક લાયન જયેશભાઈ દેસાઈ, ઝોન-5ના ઝોન ચેરમેન લાયન કુતુબભાઈ ગોરૈયા તેમજ લિઓ ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ લિઓ દીપભાઈ મણિયાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

નવા લાયન વર્ષ 2026-27 માટે પ્રમુખ તરીકે લાયન સચિનભાઈ કોટેચા, સેક્રેટરી તરીકે લાયન અલ્પેશભાઈ પુજારા અને ટ્રેઝરર તરીકે લાયન જશવંતભાઈ મીરાણીએ શપથ ગ્રહણ કર્યા હતા.

પ્રસંગે નિવર્તમાન પ્રમુખ લાયન દિનેશભાઈ વિડજાએ પોતાના કાર્યકાળ દરમિયાન થયેલા વિવિધ સેવાકીય કાર્યોની માહિતી આપી હતી, જ્યારે નિવર્તમાન સેક્રેટરી લાયન પિયુષભાઈ સાણજાએ વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો. વર્ષ દરમિયાન સેવાકીય ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર સભ્યોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

નવા પ્રમુખ લાયન સચિનભાઈ કોટેચાએ આગામી વર્ષ દરમિયાન ક્લબના સેવાકીય પ્રકલ્પોને વધુ વિસ્તૃત બનાવી સમાજસેવાના કાર્યોને નવી દિશા આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના અંતે સેક્રેટરી લાયન અલ્પેશભાઈ પુજારાએ આભારવિધિ વ્યક્ત કરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,530SubscribersSubscribe

TRENDING NOW