HomeGujaratકુંવારા કાકાને પરિણીત દર્શાવી કરોડોની જમીન હડપવાનો પ્રયાસ! બોગસ પેઢીનામું બનાવી મહિલા...

કુંવારા કાકાને પરિણીત દર્શાવી કરોડોની જમીન હડપવાનો પ્રયાસ! બોગસ પેઢીનામું બનાવી મહિલા સામે ગુનો નોંધાયો

હળવદ તાલુકાના કવાડીયા ગામમાં વર્ષો જૂના જમીન કૌભાંડનો ચોંકાવનારો ભાંડો ફૂટ્યો છે. વર્ષ 1990માં અવસાન પામેલા અને અવિવાહિત રહેલા વ્યક્તિને પરિણીત દર્શાવી ખોટા દસ્તાવેજો તૈયાર કરી કરોડોની કિંમતી ખેતીની જમીન પર કબજો જમાવવાનો પ્રયાસ કરાયો હોવાનો આરોપ સામે આવ્યો છે. સમગ્ર મામલે એક મહિલા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ કવાડીયા ગામના ખેડૂત મશરૂભાઈ તીકુભાઈ લોદરીયાએ ગામની જ રહેવાસી ચંપાબેન દેવજીભાઈ કોળી સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેમના અવસાન પામેલા કાકા અવચરભાઈના ક્યારેય લગ્ન થયા ન હોવા છતાં તેમને પરિણીત અને વારસદારો ધરાવતા હોવાનું દર્શાવી બોગસ સોગંદનામું તેમજ પેઢીનામું તૈયાર કરવામાં આવ્યું હતું.

આરોપ મુજબ ખોટા દસ્તાવેજોના આધારે ગ્રામ પંચાયતમાંથી બનાવટી મૃત્યુના દાખલા મેળવી તલાટી સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ કવાડીયા ગામની સર્વે નં. 265 પૈકીની જમીનમાં આરોપીનું નામ નોંધાવી દેવામાં આવ્યું હતું.

ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, આ જમીનના આધારે કૃષિ ધિરાણ મેળવી આશરે રૂ. 7.90 લાખની લોન પણ લેવામાં આવી હતી. સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી હળવદ પોલીસે ગુનો નોંધી દસ્તાવેજોની ખરાઈ સહિત તમામ પાસાઓની તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,490SubscribersSubscribe

TRENDING NOW