વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન કામગીરીમાં હતો, ત્યારે બાતમીના આધારે દેવરાજભાઈ મંજિભાઈ ચૌહાણ (રહે. ચરાડવા, તા. હળવદ, જી. મોરબી)ને ઝડપી લઇ તપાસ કરતા આરોપીએ પોતાના કબજાના હીરો સુપર સ્પ્લેન્ડર મોટરસાયકલ (રજિસ્ટ્રેશન નં. GJ-36-AN-1746)માં ગેરકાયદેસર રીતે વેચાણના હેતુથી 1 કિલો 950 ગ્રામ ગાંજો રાખી પરિવહન કરતો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે માદક પદાર્થનો જથ્થો કબજે કરી આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

