HomeGujaratમોરબીની ત્રાજપર ચોકડી પાસેથી રૂ.1.53 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે રાજસ્થાનનો શખ્સ ઝડપાયો

મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી રૂ.1.53 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે રાજસ્થાનનો શખ્સ ઝડપાયો

મોરબી નજીક ત્રાજપર ચોકડી વિસ્તારમાંથી મોરબી એસ.ઓ.જી. ટીમે નાર્કોટિક્સ માદક પદાર્થ મેફેડ્રોનના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો.

પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબી એસ.ઓ.જી.ને બાતમી મળી હતી કે, રાજસ્થાનનો રહેવાસી ડાલુલાલ ગોયલ ગેરકાયદેસર રીતે મેફેડ્રોન નામનો માદક પદાર્થ પોતાના કબજામાં રાખી ત્રાજપર ચોકડી નજીક આવેલ મેલડી માંના મંદિર પાસે તેનું વેચાણ કરવા આવવાનો છે. બાતમીના આધારે એસ.ઓ.જી.ની ટીમે સ્થળ પર દરોડો પાડતા આરોપીને ઝડપી લીધો હતો.

તપાસ દરમિયાન આરોપી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન પાવડર, જેની અંદાજિત કિંમત રૂ. 1,48,140 થાય છે, તેમજ એક મોબાઇલ ફોન કિંમત રૂ. 5,000 મળી આવ્યો હતો. આમ કુલ રૂ. 1,53,140નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ મામલે આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટની કલમ 8(સી), 21(બી) અને 29 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે આરોપીને તથા જપ્ત કરાયેલ મુદ્દામાલને મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,590SubscribersSubscribe

TRENDING NOW