HomeGujaratમોરબીના ખરેડા ગામે ડેમના પટમાં માટીના કોન્ટ્રાક્ટ બાબતે વૃદ્ધ પર લાકડાના ધોકાથી...

મોરબીના ખરેડા ગામે ડેમના પટમાં માટીના કોન્ટ્રાક્ટ બાબતે વૃદ્ધ પર લાકડાના ધોકાથી હુમલો

મોરબીના આલાપ પાર્ક-2માં રહેતા અને મૂળ મોરબીના ખરેડા રહેવાસી ખોડિદાસભાઈ અણદાભાઈ થડોદાએ મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ખરેડા ગામના રહેવાસી મહેશભાઈ માવજીભાઈ ડાભી સાથે ઘોડાધ્રોય ડેમમાંથી માટી ઉપાડવાના કોન્ટ્રાક્ટને લઈને અગાઉથી મનદુઃખ ચાલતું હતું. આ બાબતે આરોપીએ ફરિયાદીને અપશબ્દો બોલી ગાળો આપી હતી તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો. વધુમાં લાકડાના ધોકાથી હુમલો કરી ફરિયાદીના ડાબા હાથમાં મુઢ ઈજા તથા છોલાછાલ જેવી ઇજાઓ પહોંચાડી હતી. ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW