HomeGujaratમાળીયાના કાજરડા ગામમાં જૂની અદાવતનો ખાર: યુવક પર લોખંડના પાઇપ વડે હુમલો...

માળીયાના કાજરડા ગામમાં જૂની અદાવતનો ખાર: યુવક પર લોખંડના પાઇપ વડે હુમલો કરનાર 3 શખ્સો સામે ગુનો દાખલ

માળીયા મિયાણા તાલુકાના કાજરડા ગામમાં જૂના મનદુઃખને લઈને થયેલા હુમલાની ઘટનામાં ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ, કાજરડા ગામના રહેવાસી અયુબભાઈ ઉમરભાઈ કાજેડીયા (ઉ.વ. 35) દ્વારા માળીયા મિયાણા પોલીસ સ્ટેશનમાં આરોપી અસગર રમજાનભાઈ મોવર, આર્યન તથા આબીદ રમજાનભાઈ મોવર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ફરિયાદ અનુસાર, ફરિયાદીના ભત્રીજા અને આરોપીઓ વચ્ચે અગાઉ બોલાચાલી થઈ હતી. આ બાબતનો ખાર રાખી આરોપીઓએ ફરિયાદી સાથે ઝઘડો શરૂ કર્યો હતો. દરમિયાન ગાળાગાળી કરી ઉશ્કેરાટભર્યું વર્તન કર્યું હતું અને ત્યારબાદ ત્રણેય આરોપીઓએ લોખંડના પાઇપ વડે હુમલો કરી ફરિયાદીને ઇજાઓ પહોંચાડી હતી. આ બનાવ અંગેની ફરિયાદના આધારે માળીયા મિયાણા પોલીસે ગુનો નોંધી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW