HomeGujaratમાળિયામાં મીઠાના કારખાનામાં મશીન ઓપરેટર રાખવા બાબતે વૃદ્ધ પર ધારીયાથી હુમલો

માળિયામાં મીઠાના કારખાનામાં મશીન ઓપરેટર રાખવા બાબતે વૃદ્ધ પર ધારીયાથી હુમલો

માળિયા મિયાણા તાલુકાના હરીપર ગામમાં રહેતા અને મીઠાના વેપાર સાથે સંકળાયેલા ગનીભાઈ સુલેમાનભાઈ પાયક દ્વારા માળિયા મિયાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં તેમણે આરોપી ફતેમહમદ અબ્દુલભાઈ ભટ્ટી, રહે. માળિયા તથા એક અજાણ્યા વ્યક્તિ સામે આક્ષેપ કર્યો છે.

ફરિયાદ અનુસાર, ફતેમહમદના મશીનનો ઓપરેટર ગનીભાઈના મીઠાના કારખાનામાં મશીન ચલાવવા જતો હોવાથી આરોપી મનદુઃખ રાખતો હતો. આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ આરોપીએ ગનીભાઈને ગાળો આપી ધારીયા વડે માથાના ડાબા ભાગે હુમલો કરતા તેમને ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા પહોંચી હતી.

આ ઉપરાંત, અજાણ્યા શખ્સે ફરિયાદીના દીકરા અસરફને લાકડી વડે માર મારતા તેને પણ શરીરે ઇજાઓ પહોંચી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ઘટનાના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW