HomeGujarat9મી જાન્યુ.એ યોજાશે વાઇબ્રન્ટ ગુજરાત,1200થી વધુ નવા સ્ટાર્ટઅપ

9મી જાન્યુ.એ યોજાશે વાઇબ્રન્ટ ગુજરાત,1200થી વધુ નવા સ્ટાર્ટઅપ

રાજ્યમાં ગ્લોબલ ગુજરાત વાઇબ્રન્ટ સમીટ પહેલા 9 જાન્યુઆરીના રોજ બાવળા રાજકોટ હાઇવે પર આવેલ આઈ ક્રિએટ સંસ્થામાં ગુજરાત સ્ટાર્ટ અપ સમીટ 2022નું આયોજન થસે તેમ શ્રમ અને રોજગાર વિભાગના સચિવ અંજુ શર્મા જણાવ્યું હતું. આ ઉપરાંત વધુ માહિતી આપી હતી કે ગુજરાતમાં 10થી વધુ વિશિષ્ટ સ્ટાર્ટઅપ સ્થાપકો,અગ્રણી રોકાણકારો, 1200થી વધુ નવા સ્ટાર્ટઅપ,500 ઉધોગકારો, તેમાં ભાગ લેશે.આ વાઇબ્રન્ટ ગુજરાત. સ્ટાર્ટઅપ સમીટમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતશાહ, કેન્દ્રીય ઉધોગ મંત્રી પિયુષ ગોહેલ,રેલવે મંત્રી અશ્વિન વૈષ્ણવ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના અગ્રણી હાજર રહેશે તો વિશ્વમાં સ્ટાર્ટ અપ માટે જાણીતા ઇઝરાયેલના પ્રતિનિધિ પણ હાજર રહેશે.

રાજ્યના 75થીવધુ સ્ટાર્ટઅપ જોડાશે

સ્ટાર્ટઅપ ઇવેન્ટમાં દેશના 12થી વધુ યુનિકોર્ન સ્ટાર્ટઅપ સ્થાપકોને એક મંચ પર લાવશે.આ સિવાય રાજ્યના 75થી વધુ સ્ટાર્ટઅપ અને ઇક્યુબેશન કેન્દ્રતેમના શંશોધન રજૂ કરવામાં આવશે.મેગા શોના ફાઇનલિસ્ટ તેમજ એક્સપોમાં હાજર રહેનાર સ્ટાર્ટઅપસને 88.5 લાખના ઇનામ જાહેર કરવામાં આવ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW