HomeGujaratમોરબીમાં બાઈક સાથે અથડાયા બાદ બોલાચાલી થતા મામલો બીચકાયો, સામસામે ફરિયાદ

મોરબીમાં બાઈક સાથે અથડાયા બાદ બોલાચાલી થતા મામલો બીચકાયો, સામસામે ફરિયાદ

મોરબી શહેરના નગરદરવાજા વિસ્તારમાં ટ્રાફિક જેવી સામાન્ય બાબતે એક યુવક પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. રોંગ સાઈડમાં બાઈક લઈને આવતા શખ્સે ફરિયાદીને ગાળો આપી, જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી માર માર્યો હોવાની ફરિયાદ એ-ડિવીઝન પોલીસ મથકે નોંધાઈ છે સામે પક્ષે પણ એ-ડીવીઝન પોલીસ મથકમાં ગાળો આપી મારામારી કરવા અંગેની પણ ફરિયાદ નોધાઇ છે જેમાં પોલ્સીએ ગુન્હો નધી તપાસ હાથ ધરી છે.

મોરબીના પીપળી ગામે શિવપાર્ક સોસાયટીમાં રહેતા દેવજીભાઈ બીજલભાઈ રાઠોડ ગત તારીખ 14 એપ્રિલના રોજ સવારના સમયે શહેરના નગરદરવાજા પાસે મીનાક્ષી મોબાઈલ પાસે ઉભા હતા. આ દરમિયાન આરોપી વિષ્નારામ પ્રજાપતિ પોતાનું મોટર સાયકલ નંબર RJ-04-SV-1015 લઈને રોંગ સાઈડમાં આવી રહ્યો હતો. બાઈકનું હેન્ડલ ફરિયાદીના બ્લુ કલરના બ્લેઝરમાં ફસાઈ જતાં, દેવજીભાઈએ માત્ર એટલું જ કહ્યું કે “ભાઈ, જોઈને બાઈક ચલાવો.” આટલી વાતમાં આરોપી વિષ્નારામ ઉશ્કેરાઈ ગયો હતો અને જાહેર રોડ પર જ ધાક-ધમકી આપવાનું શરૂ કર્યું હતું. આરોપીએ ફરિયાદી દેવજીભાઈને જાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો કહી, ગંદી ગાળો આપી હતી. એટલું જ નહીં, આરોપીએ તેમને જોરથી ધક્કો મારી નીચે પાડી દીધા હતા, જેના કારણે દેવજીભાઈના ડાબા હાથની આંગળીમાં ગંભીર ફ્રેક્ચર થયું છે. હાલમાં મોરબી સીટી એ-ડિવીઝન પોલીસે દેવજીભાઈની ફરિયાદના આધારે આરોપી વિષ્નારામ પ્રજાપતિ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) અને એટ્રોસીટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અગાઉ નોંધાયેલી ફરિયાદ બાદ હવે સામા પક્ષે યશકુમાર મગનારામ પ્રજાપતિએ દેવજીભાઈ રાઠોડ વિરુદ્ધ એ-ડિવીઝન પોલીસ મથકમાં વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં મારપીટ અને 2 લાખ રૂપિયાની ખંડણી માંગ્યા હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. મૂળ રાજસ્થાનના અને હાલ મોરબીના વાવડી રોડ પર રહેતા યશકુમાર પ્રજાપતિએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમનો ભાણેજ વિષ્નારામ પ્રજાપતિ જ્યારે પોતાનું મોટર સાયકલ દોરાવીને પાછળની ગલીમાં મૂકવા જઈ રહ્યો હતો, ત્યારે સામેથી આવતા દેવજીભાઈ રાઠોડના શર્ટમાં બાઈકનું હેન્ડલ ફસાઈ ગયું હતું. આ સામાન્ય બાબતે ઉશ્કેરાઈને દેવજીભાઈએ વિષ્નારામને માં-બહેન સામે ગાળો આપી, કોલર પકડીને નીચે પછાડી દીધો હતો અને શારીરિક ઈજા પહોંચાડી હતી. ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, માર માર્યા બાદ દેવજીભાઈએ પોતાની ઓળખ આપી હતી અને આ મામલે જો સમાધાન કરવું હોય તો 2 લાખ રૂપિયા આપવા પડશે તેવી માંગણી કરી હતી. જો રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW