ભારતીય જનતા પાર્ટી દ્વારા શુક્રવાર રાત સુધી ઉમેદવારના નામ જાહેર ન કરવામાં આવતા ટીકીટ વાંચ્છુક કાર્યકરો ની ઊંઘ હરામ થઇ ગઈ હતી અંતે જયારે નામ જાહેર કરવામાં આવતા શનિવારે ઉમેદવારી ફોર્મ ભરવામાં રીતસર લાઈનો લાગી હોય તેવી સ્થિતિ બની હતી મોરબી મહાનગરપાલિકા માટે ભાજપના તમામ 52 બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભરવાની કામગીરી હાથ ધરાઈ હતી વહેલી સવારથી ઉમેદવારો તેમના ટેકેદારો સાથે ફોર્મ ભરવા આવી પહોચ્યા હતા અને સાંજ સુધી આ પ્રકિયા ચાલી હતી. કિશોર ચીખલીયાના અવસાન બાદ કોંગ્રેસ દ્વારા અગાઉથી જાહેર કરાયેલ મુજબ તમામ ઉમેદવાર શાંતિથી ફોર્મ ભરી નીકળી ગયા હતા બીજી તરફ ભાજપ ના ઉમેદવારો તામ જામ અને ઢોલ નગારા સાથે આવી પહોચ્યા હતા અને ઉજવણી સાથે ફોર્મ ભરવામાં આવ્યા હતા
શનિવારના રોજ મોરબીના 1 થી 4 વોર્ડની બેઠક માટે રીટનીંગ ઓફિસર ઉમંગ પટેલની કચેરીમાં 45 ઉમેદવાર, વોર્ડ 5 થી 9 માટે રીટનીંગ ઓફિસર પ્રવીણ સિંહ જેતાવતની કચેરી ખાતે 47 ફોર્મ જયારે 10 થી 13ના રીટનીંગ ઓફિસર એચ જે ગોહિલની કચેરી ખાતે 37 ફોર્મ જમા થયા હતા
મોરબી મનપા માં આમ આદમી પાર્ટી દ્વારા 52 બેઠક માટે ડમી ઉમેદવાર સહીત 54 ફોર્મ ભર્યા હતા તો કોંગ્રેસ દ્વારા ડમી સાથે 65 જ્યાર ભાજપ દ્વારા ડમી સાથે 58 , બસપા ના કુલ 3 અને અપક્ષ માંથી 26 ઉમેદવારો દ્વારા દાવેદારી કરવામાં આવી છે

