HomeGujaratમોરબી શહેર કોંગ્રેસ પ્રમુખે કરી વોર્ડ 5 માટે દાવેદારી, સાંજ સુધીમાં વધુ...

મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખે કરી વોર્ડ 5 માટે દાવેદારી, સાંજ સુધીમાં વધુ બાકી ઉમેદવારો ભરશે ફોર્મ

મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા (મનપા) બન્યા બાદ આ ચૂંટણી રાજકીય રીતે ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે. ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા તેજ થઇ ગઈ છે.મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ વિધિવત રીતે ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યું છે. તેમણે મોરબી મનપાના વોર્ડ નં. 5 માંથી ઉમેદવારી ફોર્મ ભર્યું છે પુષ્પરાજસિંહ પોતાના સમર્થકો અને ટેકેદારો સાથે મોટી સંખ્યામાં પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા અને કોંગ્રેસ પક્ષમાંથી પોતાનું ફોર્મ જમા કરાવ્યું હતું.કોંગ્રેસ દ્વારા અત્યાર સુધીમાં જાહેર કરવામાં આવેલા 23 ઉમેદવારો પૈકીના મોટાભાગના ઉમેદવારો આજે સાંજ સુધીમાં પોતપોતાની ઉમેદવારી નોંધાવશે તેવી પૂરેપૂરી શક્યતા છે.

મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા (મનપા) બન્યા બાદ આ ચૂંટણી રાજકીય રીતે ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે. ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા તેજ થતા હવે આગામી દિવસોમાં પ્રચાર પ્રસારનો ધમધમાટ પણ જોવા મળશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW